મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

પૈેંગોંગમાં ચીન સાથે ઘર્ષણ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહની હાઈ લેવલની બેઠક: સ્થિતિની સમીક્ષા - રણનીતિ પર ચર્ચા

બેઠકમાં વિદેશ પ્રધાન જય શંકર, NSA અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે અને DGMO પણ સામેલ

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા ફરી વિવાદ અને ઘર્ષણ બાદ દિલ્હીમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહની આગેવાનીમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન જય શંકર, NSA અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે અને DGMO પણ સામેલ છે. ચીન સાથે હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ચીન સામે કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવી વગેરે પર ચર્ચા કરી શકવાની સંભાવના બતાવાઈ રહી છે.

અજીત ડોભાલે પણ કરી એક બેઠક જાણવા મળી રહ્યું છે કે આ પહેલા સોમવારે સાંજે પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ એક બેઠક કરી હતી કે જેમાં નક્કી થયું કે ભારત લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ-LACની આસપાસ પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરશે કે જેથી ચીન સાથે મજબુત મુકાબલો કરી શકાય. ચીન ભારતનું ધ્યાન ભટકાવીને કોઈ બીજી જગ્યાએથી મોટી ઘુસણખોરી તો નથી કરી રહ્યું તે વાત પર પણ ચર્ચા થઈ છે.

(7:22 pm IST)