મુખ્ય સમાચાર
News of Saturday, 1st October 2022

જસપ્રીત બૂમરાહ ટી-20 વિશ્વકપ માટે ટીમ સાથે જશે ?: BCCI ની મેડિકલ ટીમ કરે છે મોનિટરિંગ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ માટે તૈયાર થઇ શકે છે.

મુંબઈ :જસપ્રીત બુમરાહને લઈને ટી20 વિશ્વ કપથી બહાર થવાને લઈને ચાલી રહેલા રિપોર્ટમાં યૂ-ટર્ન આવી ગયો છે. હવે બુમરાહને લઈને પત્રકારના હવાલાથી સમાચાર આવી રહ્યાં છે, જે જણાવે છે કે, બીસીસીઆઈની મેડિકલ ટીમ બૂમરાહની મોનિટરિંગ કરી રહી છે અને બૂમરાહ ટી-20 વિશ્વકપ માટે ટીમ સાથે જઈ શકે છે. ભારતીય ટીમ ઓક્ટોબર 8એ ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે. એક તરફ તમામ રિપોર્ટોએ બૂમરાહને વિશ્વ કપમાંથી બહાર કરી દીધો છે, તો બીજી તરફ બીસીસીઆઈએ સત્તાવાર રીતે પોતાનું મોઢું ખોલ્યું નથી. હાં તે જરૂર છે કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર બે ટી-20 મેચોમાં જરૂર તેમની જગ્યાએ મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટરનો ઈશારો તે તેવું જ કહે છે કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ માટે તૈયાર થઇ શકે છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે ફેન્સ બૂમરાહને લઈને ખુબ જ નિરાશ, હતાશ અને ગુસ્સામાં છે. પૂર્વ ઓપનર વસીમ જાફરે તો અહીં સુધી કહી દીધું હતુ કે બૂમરાહની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસીને લઈને ઉતાવળ કરવામાં આવી અને તે કારણે તેની ઈજાની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ.

ભારતના ઈગ્લેન્ડ પ્રવાસમાં બૂમરાહને કમરમાં ઈજા થઈ હતી. તે પછી બૂમરાહ એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. ભારતને તેની કમી ત્યારે અનુભવી જ્યારે ટીમ ઈન્ડિયા એશિયા કપમાં શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારીને શ્રેણીમાંથી બહાર થઈ ગઈ.

તે પછી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચોની સીરિઝ માટે તેમની વાપસી થઈ. જોકે, મેડિકલ ટીમે બૂમરાહને પ્રથમ મેચ રમવાની પરવાનંગી આપી નહીં. તે પછી તેઓ આગામી બંને મેચોમાં રમ્યો. જોકે, બૂમરાહ ખુબ જ મોંઘો સાબિત થયો, પરંતુ ભારત 2-1થી શ્રેણી જીતવામાં સફળ રહ્યું. આમ સત્ય તે છે કે બુમરાહના દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સિરીઝ ખત્મ થયા પછી ટીમમાં સામેલ થવાની આશા હતી. પરંતુ જ્યારે તે થિરૂવનંતપુરમ ટીમ સાથે ગયા નહીં તો મીડિયામાં પ્રશ્ન ઉભા થવાના શરૂ થઈ ગયા. સમાચાર આવ્યા કે સ્ટાર પેસર સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે 4-6 સપ્તાહ માટે સાઈડ લાઈન થઈ ગયા છે અને આખા વિશ્વકપમાંથી બહાર થઈ ગયા છે.

(11:12 pm IST)