મુખ્ય સમાચાર
News of Saturday, 1st October 2022

અસદુદ્દીન ઓવૈસી પર હુમલો કરવાના આરોપીને જામીન પર મુક્ત કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર : હાઈકોર્ટે પીડિત વ્યક્તિ તરીકે પોતાને સાંભળ્યા વિના આદેશ આપ્યો હતો : ઓવૈસીની અરજી પર નામદાર કોર્ટે નોટિસ જારી ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજ શુક્રવારે સંસદ સભ્ય અસદુદ્દીન ઓવૈસી દ્વારા દાખલ કરાયેલી અરજી પર મર્યાદિત નોટિસ જારી કરી હતી, જેમાં આ વર્ષે 3 ફેબ્રુઆરીએ તેમના વાહન પર ગોળીબારના આરોપી બે વ્યક્તિઓને જામીન આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.

હાઈકોર્ટને આ બાબતે પુનઃવિચાર કરવા જણાવવું જોઈએ કે કેમ તે અંગે વિચારણા કરવા માટે મર્યાદિત નોટિસ આપવામાં આવે છે. હૈદરાબાદના સાંસદે દલીલ કરી હતી કે હાઈકોર્ટે પીડિત તરીકે પોતાને સાંભળ્યા વિના આદેશ આપ્યો હતો

આ સંદર્ભ સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા આદેશનો છે, જેમાં લખીમપુર ખેરી કેસમાં આશિષ મિશ્રાને આપવામાં આવેલી જામીનને એ આધાર પર રદ કરવામાં આવ્યા હતા કે પીડિતોની સુનાવણી કરવામાં આવી ન હતી. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)