મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના બહેનની કારને લઈ ગઈ ક્રેઈન:શર્મિલા પણ કારની અંદર હાજર હતી

YS શર્મિલાની YSR તેલંગાણા પાર્ટીએ કે. ચંદ્રશેખર રાવ સરકાર વિરુદ્ધ પદયાત્રા : વારંગલમાં સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) ના સમર્થકો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયા બાદ તેમની ટૂંકી અટકાયત કરાઈ હતી

હૈદરાબાદની શેરીઓમાં ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે પોલીસ દ્વારા લાવવામાં આવેલી ક્રેન આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલાની કારને લઈ ગઈ હતી. આ દરમિયાન શર્મિલા પણ કારની અંદર હાજર હતા. શર્મિલાની ગઈકાલે થોડો સમય અટકાયત પણ કરવામાં આવી હતી.

અસલમાં YS શર્મિલાની YSR તેલંગાણા પાર્ટીએ કે. ચંદ્રશેખર રાવ સરકાર વિરુદ્ધ પદયાત્રા શરૂ કરી છે. વારંગલમાં સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) ના સમર્થકો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયા બાદ ગઈકાલે તેમની ટૂંકી અટકાયત કરવામાં આવી હતી. શર્મિલાની પદયાત્રાએ અત્યાર સુધીમાં લગભગ 3,500 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેમણે કે. ચંદ્રશેખર રાવ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને આ આરોપો પર તેમણે આ પદયાત્રા શરૂ કરી છે.

આજે સવારે તેણીએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનમાં પાર્ટીની વિરોધ રેલીમાં હાજરી આપી હતી. તે તેમની કારમાં બેઠા પછી તરત જ પોલીસ ક્રેન સાથે આવી અને તેમને કાર સહિત સ્થળ પરથી દૂર લઇ ગઈ હતી.

(9:54 pm IST)