મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારવીનો રિડેવલપમેન્ટપ્રોજેક્ટ અદાણી ગ્રુપને મળ્યો: 5,069 કરોડ રૂપિયાની બોલી 

મુંબઈ : એશિયાના સૌથી મોટા સ્લમ એરિયા મુંબઇના ધારાવીને રિડેવલપમેન્ટનું કામ મળી ગયુ છે. તમામ કંપનીઓને પછાડતા અદાણી ગ્રુપની કંપની અદાણી રિયલ્ટીએ ધારાવી સ્લમના કાયાકલ્પ માટે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની બોલી જીતી લીધી છે.

મહારાષ્ટ્ર સરકારે 29 નવેમ્બરે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રાપ્ત બિડ્સને ખોલ્યા હતા. પ્રોજેક્ટના સીઇઓ એસવીઆર શ્રીનિવાર અનુસાર, તેની માટે ત્રણ બોલી મળી હતી જેમાં એક નમન ગ્રુપની બોલી બિડિંગમાં ક્વોલિફાઇ કરી શકી નહતી. તે પછી અદાણી રિયલ્ટી અને DLFની બોલીને ખોલવામાં આવી હતી.

સીઇઓએ જણાવ્યુ કે ગૌતમ અદાણીના નેતૃત્વ ધરાવતા અદાણી ગ્રુપ તરફથી પ્રોજેક્ટ માટે DLFની બિડથી બે ગણી વધારે બોલી લગાવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે અદાણીની બોલી 5,069 કરોડ રૂપિયાની હતી જ્યારે ધારાવી રિડેવલપમેન્ટ માટે ડીએલએફની બોલી 2,025 કરોડની હતી. મહત્વપૂર્ણ છે કે સરકારે 17 વર્ષમાં ધારાવી સ્લમના રિડેવલપમેન્ટનું કામ પુરૂ થવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે.

(10:59 pm IST)