મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

ફિફા વર્લ્ડકપ : પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી નેધરલેન્ડની ટીમ: યજમાન દેશ સતત 3 હાર સાથે વર્લ્ડકપમાંથી બહાર

બીજા હાફના અંત સુધીમાં નેધરલેન્ડની ટીમે કતાર સામે 2-0નો સ્કોર કરીને આ મેચમાં જીત મેળવી

મુંબઈ :  કતારના અલ બાયત સ્ટેડિયમમાં આજે કતાર અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Aની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 33મી મેચ હતી.બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. મેચના પ્રથમ હાફમાં નેધરલેન્ડની ટીમ 1-0થી મેચમાં આગળ હતી. બીજા હાફના અંત સુધીમાં નેધરલેન્ડની ટીમે કતાર સામે 2-0નો સ્કોર કરીને આ મેચમાં જીત મેળવી હતી. નેધરલેન્ડની ટીમ આ જીત સાથે 7 પોઈન્ટ સાથે ગ્રુપ Aમાં પ્રથમ સ્થાન મેળવીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. યજમાન ટીમ કતાર સતત 3 હાર સાથે આ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો કતારની ટીમ આ યાદીમાં 50માં સ્થાને છે, જ્યારે નેધરલેન્ડની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.

(1:04 am IST)