મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

ઇંગ્‍લેન્‍ડના ઇતિહાસમાં પ્રથમ વખત ખ્રિસ્‍તીઓ લઘુમતીમાં મુકાયાં

ઇંગ્‍લેન્‍ડ અને વેલ્‍સની વસ્‍તીના લગભગ ૪૬.૨% લોકોએ પોતાને ખ્રિસ્‍તી ગણાવ્‍યા, દાયકા પહેલા ૫૯.૩ ટકા હતા : ધર્મનું પાલન કરતાં અને શ્વેત લોકોની સંખ્‍યા પણ ઘટી : મુસ્‍લિમોની વસતી ૪.૯ ટકાથી વધીને ૬.૫ ટકા થઇ, જ્‍યારે હિન્‍દુઓની વસતિ ૧.૫ ટકાથી વધીને ૧.૭ ટકા થઇ

લંડન,તા. ૩૦ : એક સમયે સમગ્ર વિશ્વ પર રાજ કરી ખ્રિસ્‍તી ધર્મને ફેલાવનારા ઇંગ્‍લેન્‍ડ જ હવે આ ધર્મને અનુસરતા લોકોની સંખ્‍યા લઘુમતિમાં આવી ગઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો તાજેતરમાં એક સર્વેમાં થવા પામ્‍યો છે. તાજેતરમાં હાથ ધરાયેલી વસતિ ગણતરી અનુસાર ઇંગ્‍લેન્‍ડ અને વેલ્‍સમાં અડધામાંથી પણ ઓછા લોકો પોતાને ક્રિヘયિન (ખ્રિસ્‍તી) ગણાવે છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વાર તેના સત્તાવાર ધર્મને પાળનારા લોકોની સંખ્‍યા લઘુમતિમાં આવી ગઇ છે.

ઓફિસ ફો નેશનલ સ્‍ટેટિસ્‍ટિકસ દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૦૨૧ની વસ્‍તી ગણતરીના આંકડા મુજબ, છેલ્લી વસ્‍તી ગણતરી પછીના દાયકામાં બ્રિટનમાં ધર્મનું પાલન કરતા લોકો અને શ્વેત લોકોની સંખ્‍યામાં ઘટાડો થયો છે.

૨૦૨૧ની વસ્‍તી ગણતરીના દિવસે ઇંગ્‍લેન્‍ડ અને વેલ્‍સની વસ્‍તીના લગભગ ૪૬.૨% લોકોએ પોતાને ખ્રિસ્‍તી ગણાવ્‍યા હતા. એક દાયકા પહેલા તેમનું પ્રમાણ ૫૯.૩% હતું. અહીં મુસ્‍લિમોની વસ્‍તી ૪.૯ ટકાથી વધીને ૬.૫ ટકા થઇ છે. જ્‍યારે હિન્‍દુઓની વસતિ ૧.૫ ટકાથી વધીને ૧.૭ ટકા થઇ છે. પ્રત્‍યેક ત્રણ લોકોમાંથી ૧ થી વધુ લોકોએ એટલે કે ૩૭% લોકોએ જણાવ્‍યું હતું કે તેઓ કોઇ ધર્મમાં નથી માનતા, ૨૦૧૧માં આવા લોકોનું પ્રમાણ ૨૫% હતું.

યુક્રે, સ્‍કોટલેન્‍ડ અને ઉત્તરી આયલેન્‍ડના અન્‍ય ભાગો, તેમની વસ્‍તી ગણતરીના પરિણામોને અલગથી રજુ કરે છે. બિનસાંપ્રદાયિકતાનો પ્રચાર કરતા લોકોએ આ આંકડાઓ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે ધર્મના પાલન જોવાયેલા આ બદલવાને ધ્‍યામાં લેતા બ્રિટીશ સમાજમાં ધર્મની સ્‍થાપનાની રીત પર ફરીથી વિચાર કરવો જોઇએ.

યુક્રેમાં સરકાર દ્વારા ચર્ચ ઓફ ઇંગ્‍લેન્‍ડ સ્‍કૂલ્‍સને ભંડોળ પુરૂ પડાય છે. અને એન્‍ગલિકન બિશપ સંસદના ઉપલાં ગૃહમાં બેસે છે. ઇંગ્‍લેન્‍ડના રાજા ધર્મન સંરક્ષણ અને ચર્ચનો સર્વોચ્‍ચ સંચાલક છે.

ચેરિટી હ્યુમનિસ્‍ટ્‍સ યુક્રેના ચીફ એક્‍ઝિકયુટિવ એન્‍ડ્રુ કોપ્‍સને જણાવ્‍યું હતું કે બિનધાર્મિક લોકોની સંખ્‍યામાં થયેલી નાટયાત્‍મક વૃધ્‍ધિને પગલે બ્રિટન, પૃથ્‍વી પરના સૌથી ઓછા ધાર્મિક દેશો પૈકીનો એક બન્‍યો છે.

આ વસતિ ગણતરીની સૌથી નોંધનીય બાબત એ છે કે તેમાં એ હકીકત છતી થાય છે કે રાજ્‍યની વિચારધારાથી વસતિ કેટલા પ્રમાણમાં વિપરીત વિચારધાર ધરાવે છે. કાયદા અને જાહેર નીતિની દ્રષ્‍ટિએ આપણા જેવું ધાર્મિક માળખું યુરોપના કોઇ પણ રાજયમાં નથી કે નથી આટલી બિનધાર્મિક વસતિ.

ચર્ચ ઓફ ઇંગ્‍લેન્‍ડ સૌથી વરિષ્‍ઠ પાદરીઓમાંના એક, યોર્કના આર્કબિશપ સ્‍ટીફન કોટ્રેલે જણાવ્‍યું હતુ કે, આ આંકડા બહુ આヘર્યજનક નથી, પરંતુ ખ્રિસ્‍તીઓ માટે તેમના ધર્મને પ્રોત્‍સાહન આપવા માટે વધુ સખત મહેનત કરવી તે એક પડકાર છે.

જ્‍યારે લોકો પોતાને સ્‍વયં ખ્રિસ્‍તી તરીકે ઓળખાવતા હતા તે યુગ હવે ભૂતકાળ બની ગયો છે. પરંતુ અન્‍ય સર્વેક્ષણો દર્શાવે છે કે લોકો હજી પણ આધ્‍યાત્‍મિક સત્‍ય અને જીવન મૂલ્‍યો માટે ધર્મનું મહત્‍વ સમજે છે.

વસ્‍તી ગણતરીમાં ઇંગ્‍લેન્‍ડ અને વેલ્‍સના લગભગ ૮૨ ટકા લોકોએ પોતાને શ્વેત ગણાવ્‍યા હતા. ૨૦૧૧માં આ પ્રમાણ ૮૬ ટકા હતું. આશરે ૯ ટકા લોકો એશિયન, ૪ ટકા અશ્વેત અને ૩ ટકા લોકો મિશ્ર અથવા અન્‍ય વંશીય પૃષ્‍ઠભૂમિના હતા. જ્‍યારે ૨ ટકા લોકો અન્‍ય વંશીય જૂથોના હતા.

(10:16 am IST)