મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

૧૦ વર્ષમાં ૧૦૦૦થી વધુ પરમાણુ હથિયાર બનાવવા ચીનની યોજના

ચીન પાસે ૨૦૩૫ સુધીમાં લગભગ ૧,૫૦૦ પરમાણુ હથિયારોનો ભંડાર હોવાની અપેક્ષા છેઃ પેન્‍ટાગોન : પેન્‍ટાગોન, યુએસ ડિપાર્ટમેન્‍ટ ઓફ ડિફેન્‍સ, દ્વારા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ચીન ૨૦૩૫ સુધીમાં તેના પરમાણુ શસ્‍ત્રોનો સંગ્રહ કરવાની યોજના ધરાવે છે...

વોશિંગ્‍ટન, તા.૩૦: યુએસ ડિપાર્ટમેન્‍ટ ઓફ ડિફેન્‍સ પેન્‍ટાગોને કહ્યું છે કે ચીન પાસે ૨૦૩૫ સુધીમાં લગભગ ૧,૫૦૦ પરમાણુ હથિયારોનો ભંડાર હોવાની અપેક્ષા છે. જ્‍યારે હાલમાં ચીનના પરમાણુ હથિયારોની અંદાજિત સંખ્‍યા ૪૦૦થી થોડી વધુ છે. પેન્‍ટાગોનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ચીન પાસે ૨૦૩૫ સુધીમાં ૧૫૦૦ પરમાણુ હથિયાર હોવાની આશા છે. બેઇજિંગ આગામી દાયકામાં તેના પરમાણુ દળોને આધુનિક, વૈવિધ્‍યકરણ અને વિસ્‍તરણ કરવાનું લક્ષ્ય રાખે છે, પેન્‍ટાગોને મંગળવારે ચીનની મહત્‍વાકાંક્ષી લશ્‍કરી યોજનાઓ પર કોંગ્રેસને તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્‍યું હતું.

પેન્‍ટાગોનના અહેવાલમાં જણાવાયું છે કે ચીનના વર્તમાન પરમાણુ આધુનિકીકરણના પ્રયાસો સ્‍કેલ અને જટિલતા બંનેમાં ભૂતકાળના આધુનિકીકરણના પ્રયાસો કરતાં વધી ગયા છે. તે જણાવે છે કે ચીન તેની જમીન, સમુદ્ર અને હવામાંથી પરમાણુ શષાો લોન્‍ચ કરવામાં સક્ષમ બનવા માટે ભારે રોકાણ કરી રહ્યું છે. ચીન તેના પરમાણુ દળોના આ મોટા વિસ્‍તરણ માટે જરૂરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બનાવી રહ્યું છે. ચીન વિશે આ રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે તે ફાસ્‍ટ બ્રીડર રિએક્‍ટર અને રિપ્રોસેસિંગ ફેસિલિટી તૈયાર કરીને પ્‍લુટોનિયમના ઉત્‍પાદન અને અલગ કરવાની ક્ષમતા વધારીને તેના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં વધારો કરી રહ્યું છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે બેઇજિંગે ૨૦૨૧માં તેના પરમાણુ વિસ્‍તરણ કાર્યક્રમને નોંધપાત્ર રીતે વેગ આપ્‍યો હશે. પેન્‍ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે PLA ૨૦૩૫ સુધીમાં તેને સંપૂર્ણપણે આધુનિક બનાવવાની યોજના ધરાવે છે. જો ચીન તેના પરમાણુ વિસ્‍તરણની ગતિ ચાલુ રાખે છે, તો તે ૨૦૩૫ની સમયમર્યાદા સુધીમાં લગભગ ૧૫૦૦ વોરહેડ્‍સનો સંગ્રહ કરશે. પેન્‍ટાગોનના એક અધિકારીએ કહ્યું કે ચીનની વ્‍યૂહરચના આંતરરાષ્‍ટ્રીય વ્‍યવસ્‍થાના ઓછામાં ઓછા કેટલાક પાસાઓને તેની રાજકીય વ્‍યવસ્‍થા અને રાષ્‍ટ્રીય હિતોને અનુરૂપ બનાવવા માટે તેની રાષ્‍ટ્રીય શક્‍તિને વધારવા અને વિસ્‍તળત કરવાની છે.

(11:26 am IST)