મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

હવે મોબાઈલ સ્‍ક્રીન પર કોલ કરનારનું ચોક્કસ નામ દેખાશે

 સરકાર ટૂંક સમયમાં નવી ટેકનોલોજી શરૂ કરશે

નવી દિલ્‍હી,તા.૩૦ : જો તમે પણ અજાણ્‍યા નંબરો પરથી વારંવાર આવતા કોલથી પરેશાન છો તો હવે તેના પર અંકુશ આવવા જઈ રહ્યો છે. ટ્રાઈએ આવા ફોન કોલ્‍સને રોકવા માટે મોબાઈલ પર કોલ કરનારનું નામ દર્શાવવાની સિસ્‍ટમ અંગે જાહેર પરામર્શનો રાઉન્‍ડ શરૂ કર્યો છે. ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (TRAI) એ એક નિવેદનમાં જણાવ્‍યું છે કે ટેલિકોમ નેટવર્કમાં કોલર નેમ ડિસ્‍પ્‍લે સિસ્‍ટમ (CNAP) ના અમલીકરણ અંગે કન્‍સલ્‍ટેશન પેપર જારી કરવામાં આવ્‍યું છે.

 જો આ સિસ્‍ટમ લાગુ કરવામાં આવશે, તો તમે મોબાઇલ પર કોલ કરનાર વિશે ચોક્કસ રીતે જાણી શકશો. આમાં જે વ્‍યક્‍તિના નામે સિમ કાર્ડ રજીસ્‍ટર થયું છે તેની માહિતી સ્‍ક્રીન પર દેખાશે. ૨૭મી ડિસેમ્‍બર સુધી કન્‍સલ્‍ટેશન પેપર પર સંબંધિત પક્ષકારો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્‍યા છે. ૧૦ જાન્‍યુઆરી, ૨૦૨૩ સુધી મળેલા સૂચનો પર જવાબો આપી શકાશે.

 તમને જણાવી દઈએ કે ટ્રુકોલર અને ભારત કોલર આઈડી અને એન્‍ટી સ્‍પામ જેવી મોબાઈલ એપ્‍સની મદદથી મોબાઈલ ફોન યુઝર્સ કોલ કરનાર વ્‍યક્‍તિની ઓળખ જાણી શકે છે. પરંતુ આ એપ્‍સ પર દેખાતા નામો સંપૂર્ણપણે વિશ્વસનીયસ્ત્રોતો પર આધારિત નથી.

 ટ્રાઈના જણાવ્‍યા અનુસાર, ટેલિકોમ વિભાગનું માનવું છે કે ઘ્‍ફખ્‍ભ્‍ સુવિધા શરૂ થવાથી કોઈપણ મોબાઈલ ફોન ગ્રાહક કોલ રીસીવ કરવા પર કોલ કરનારની ઓળખ જાણી શકશે. સ્‍માર્ટફોનની સાથે ફીચર ફોન પર પણ આ સુવિધા પૂરી પાડવા માટે ટેલિકોમ નેટવર્કની તૈયારી અને સંભવિતતાનું પરીક્ષણ કરવામાં આવશે.

(12:13 pm IST)