મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

અફઘાનિસ્તાનના એબકમાં નમાઝ પછી મદ્રસામાં બોમ્બ બ્લાસ્ટ: 10 વિદ્યાર્થી સહિત 15 લોકોના મોત : 27 ઘાયલ

 તાલિબાનના અધિકારીઓએ લોકોને વિસ્ફોટની જગ્યા પર વીડિયો બનાવતા રોકી દીધા : કોઇ પણ સામાન્ય નાગરિકને જવાની પરવાનગી નથી.

કાબુલ : અફઘાનિસ્તાનમાં વિસ્ફોટ થતા 15 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ વિસ્ફોટ અફઘાનિસ્તાનના સમાંગન પ્રાંતના મધ્યમાં એબક શહેરમાં થયો હતો. તાલિબાનના એક અધિકારીએ કહ્યુ કે ઉત્તરી અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થતા 10 વિદ્યાર્થી સહિત 15 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ બપોરની નમાઝ દરમિયાન થયો હતો.

આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે કહ્યુ કે ઉત્તરી સમાંગન પ્રાંતના પાટનગર એબકમાં થયેલા વિસ્ફોટમાં કેટલાક અન્ય ઘાયલ થઇ ગયા છે. પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે કહ્યુ કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફૂટેજમાં એક હૉલમાં લોહીથી લથપથ શબ પડેલા જોવા મળે છે. કેટલાક સ્થાનિક મીડિયાનું કહેવુ છે કે તાલિબાનના અધિકારીઓએ લોકોને વિસ્ફોટની જગ્યા પર વીડિયો બનાવતા રોકી દીધા છે અને કોઇ પણ સામાન્ય નાગરિકને જવાની પરવાનગી નથી.

(6:30 pm IST)