મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

ચીન-રશિયન ફાઈટર જેટ દક્ષણ કોરિયાના એરસ્પેસમાં ઘૂસી ગયા

દક્ષિણ કોરિયા, ચીન અને રશિયા વચ્ચે તણાવની વકી : ચાઈનીઝ એચ-૬ બોમ્બર્સ દક્ષિણ અને ઉત્તરપૂર્વીય દરિયાકાંઠેથી હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને બહાર નીકળ્યા

બેઈજિંગ, તા.૩૦ : દક્ષિણ કોરિયા, ચીન અને રશિયા વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. ચીન અને રશિયન ફાઈટર જેટ દક્ષિણ કોરિયાના એરસ્પેસમાં ઘૂસી ગયા હોવાના અહેવાલ મળી આવ્યા છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું હતું કે, બે ચીની અને છ રશિયન ફાઈટર જેટ કોઈ સૂચના વિના દક્ષિણ કોરિયાની એરસ્પેસમાં ઘુસી આવ્યા હતા. હજી વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. સૂત્રો એ જણાવ્યું હતું કે, ચાઈનીઝ એચ-૬ બોમ્બર્સ દક્ષિણ અને ઉત્તરપૂર્વીય દરિયાકાંઠેથી હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને બહાર નીકળ્યા. થોડા કલાકો પછી, આ વિમાનો જાપાનના સમુદ્રમાંથી એર ડિફેન્સ ઝોનમાં ફરીથી પ્રવેશ્યા, એમ તેમણે કહ્યું. જેમાં ટીયુ-૯૫ બોમ્બર અને એસયુ-૩૫ ફાઈટર જેટ સહિત રશિયન યુદ્ધ વિમાનોનો સમાવેશ થાય છે.

 

(7:47 pm IST)