મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

એનડીટીવીના જાણીતા પત્રકાર રવીશ કુમારે રાજીનામું આપ્યું

 કંપનીએ તેમના રાજીનામાને તાત્કાલિક અસરથી લાગુ કરવાની તેમની વિનંતી સ્વીકારી લીધી 

નવી દિલ્હી :  એનડીટીવીના પત્રકાર રવીશ કુમારે રાજીનામું આપી દીધું છે. NDTV ગ્રૂપના પ્રમુખ સુપર્ણા સિંહ વતી ત્યાંના કર્મચારીઓને એક મેઇલ મોકલવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “રવીશે NDTVમાંથી રાજીનામું આપી દીધું છે અને કંપનીએ તેમના રાજીનામાને તાત્કાલિક અસરથી લાગુ કરવાની તેમની વિનંતી સ્વીકારી લીધી છે.”

પ્રણય રોય અને રાધિકા રોયે RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યાના એક દિવસ બાદ રવીશનું રાજીનામું આવ્યું છે. આ કંપની NDTV નું પ્રમોટર ગ્રુપ વ્હેકલ છે.

આના એક દિવસ પહેલા જ RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડે તેના ઈક્વિટી શેર વિશે માહિતી આપી હતી. જેમાંથી 99.5% ઇક્વિટી શેર વિશ્વ પ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે, જે કંપની અદાણી ગ્રુપની મીડિયા કંપની AMGMedia Networks દ્વારા હસ્તગત કરવામાં આવી છે. આ સાથે અદાણી ગ્રુપ પાસે હવે NDTVમાં 29.18% હિસ્સો છે.

રવીશ કુમાર તેમના કાર્યક્રમ ‘રવિશ કી રિપોર્ટ’ થી પ્રસિદ્ધિ પામ્યા અને પછીથી પ્રાઇમ ટાઈમ સાથે NDTV ઈન્ડિયાનો મુખ્ય ચહેરો બન્યા. તેમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો છે. તેઓ અવારનવાર સરકારની ટીકા કરવાને કારણે હેડલાઇન્સમાં રહે છે.

(9:39 pm IST)