મુખ્ય સમાચાર
News of Friday, 2nd April 2021

અમેરિકાની કોલંબિયા ડીસ્ટ્રીકટ કોર્ટના જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રૂપા રંગાની નિમણુંક : પ્રેસિડન્ટ જો બીડને 30 માર્ચના રોજ નિમણુંક આપી

વોશિંગટન : અમેરિકાની  કોલંબિયા ડીસ્ટ્રીકટ સુપિરિયર કોર્ટના જજ તરીકે પ્રેસિડન્ટ જો બીડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રૂપા રંગા પુટ્ટગુંટાની નિમણુંક કરી છે.

પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ હોદાના છેલ્લા દિવસો દરમિયાન જાન્યુઆરી માસમાં ઇન્ડિયન અમેરિકન વિજય શંકરને આપેલી નિમણુંક સેનેટમાં ડેમોક્રેટ બહુમતીના કારણે નામંજૂર થઇ હતી. જેથી વર્તમાન પ્રેસિડન્ટ જો બીડને ઉપરોક્ત નિમણુંક આપી છે.તેવું એનઆરપી દ્વારા જાણવા મળે છે.

(1:23 pm IST)