મુખ્ય સમાચાર
News of Friday, 2nd April 2021

લેડી ડોક્ટરની હત્યાના આરોપીના જામીન સેશન કોર્ટે નામંજૂર કર્યા : હાઇકોર્ટે મંજુર કર્યા : સુપ્રીમ કોર્ટે રદ કર્યા : હત્યાના ગંભીર કેસના આરોપીને જામીન આપી શકાય નહીં : જસ્ટિસ સુશ્રી ઇન્દિરા બેનર્જી તથા શ્રી ક્રિષ્ના મુરારીની ખંડપીઠે કેરાળા હાઇકોર્ટના જામીન આપવાના નિર્ણયને ફગાવ્યો

કેરાળા : 30 વર્ષીય ડેન્ટિસ્ટ મહિલાની ચાકુ મારી હત્યા કરવાના આરોપસર પકડાયેલા આરોપીને જામીન આપવાનો સેશન કોર્ટે ઇન્કાર કર્યો હતો.તેથી આરોપીએ કેરાળા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જ્યાં તેના જામીન મંજુર કરાતા ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જ્યાં જસ્ટિસ સુશ્રી ઇન્દિરા બેનર્જી તથા શ્રી ક્રિષ્ના મુરારીની ખંડપીઠે કેરાળા હાઇકોર્ટના જામીન આપવાના નિર્ણયને ફગાવ્યો હતો.તથા જણાવ્યું હતું કે આવા ગંભીર ગુનાના આરોપીને જામીન મંજુર કરી શકાય નહીં.

પ્રાપ્ત વિગત મુજબ  આરોપી મહેશે 28 સપ્ટેમ્બર 2020 ના રોજ લગભગ બપોરે 3.30 કલાકે આશરે 30 વર્ષની વયના મહિલા ડેન્ટિસ્ટ ઉપર તેમના ડેન્ટલ ક્લિનિકમાં તેના પિતાની હાજરીમાં પેટની જમણી બાજુ છરી વડે હુમલો કર્યો હતો.

આથી ફરિયાદ નોંધાતા સેશન કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.  છતાં, હાઇકોર્ટે તેને અનિશ્ચિત કેદ જરૂરી નથી તેવું કારણ આપી જામીન મંજુર કર્યા હતા.જે સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યા છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)