મુખ્ય સમાચાર
News of Friday, 2nd April 2021

સુપ્રસિદ્ધ અભિનેતા સ્વ.કાદર ખાનના મોટા પુત્ર અબ્દુલ કુદુસ નું કેનેડામાં અવસાન : એરપોર્ટ પર સુરક્ષા અધિકારી હતા

અબ્દુલ કુદુસ કાદર ખાનની પ્રથમ પત્નીના સૌથી મોટા પુત્ર હતા અને પરિવાર સાથે કેનેડા રહેતા હતા. તેઓ એરપોર્ટ પર ફરજ બજાવતા હતા. વિરલ ભાયાણીએ ઇંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી વિગતો આપી છે. કાદરખાનને ત્રણ પુત્રો છે જેમાંથી અબ્દુલ સૌથી મોટા હતા. ૧૯૧૮માં કાદરખાનનું અવસાન થયું હતું. તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય આપવા સાથે સંવાદો લખ્યા હતા.

(12:00 am IST)