મુખ્ય સમાચાર
News of Friday, 2nd April 2021

ચાઇનીઝે બનાવ્યું ડિવાઇઝ, જે નિષ્ક્રિય કરશે કોરોના વાયરસ

બીજીંગ,તા. ૨: ચાઈનીઝ સંશોધકે એક ડિવાઇસ બનાવ્યું છે. જે ઇલેકટ્રોન બીમ ઈરેડિએશનની મદદથી કોરોના વાયરસને નિષ્ક્રિય બનાવી દેશે. આ અંગે સોમવારે દક્ષિણ ચીનના શેન્ઝેન સિટીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે આ ટેકનોલોજી એકસપર્ટની પેનલની સમીક્ષામાં ખરી ઉતરી છે. જે બાદ હવે તે કોલ્ડ ચેઇન ફૂડ પેકેજીંગમાં જીવાણુનાશક તરીકે સામેલ થશે.

આ પ્રોજેકટમાં ચીન જનરલ ન્યુકિલયર પાવર કોર્પોરેશન, સિંધુ યુનિવર્સિટી, ધ ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ, શેનઝેન નેશનલ કિલનિકલ રિસર્ચ સેન્ટર ફોર ઇન્ફેકશસ ડિસીઝ અને થર્ડ પીપલ્સ હોસ્પિટલ ઓફ શેન્ઝેન શામેલ હતા. ઉલ્લેખનીય છે કે, આ સમાચાર એ દિવસે સામે આવ્યા, જયારે બુધવારે ચીનના એક તબીબ નિષ્ણાંતે કહ્યું હતું કે, ચીને વિશ્વ આરોગ્ય સંગઠનના આંતરરાષ્ટ્રીય સંશોધનકારો સાથે કોરોનાની ઉત્પત્ત્િ। તપાસવા શેર કર્યા એ અંગે આરોપનો કોઈ તથ્ય આધાર નથી.

ઉલ્લેખનીય છે કે, ચીન અને WHOના કોરોનાની ઉત્પત્ત્િ। અંગેના સંયુકત અભ્યાસના પબ્લિકેશન બાદ WHOના ડિરેકટર જનરલ ટેડ્રોસ અદનોમે કહ્યું કે, ચીન પાસે આંતરરાષ્ટ્રીય તપાસકર્તાના ડેટા છે. પરંતુ સંયુકત અભ્યાસના કો-લીડર લિયાંગ વનયાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બંને પક્ષોના શોધકર્તાઓએ સમગ્ર તપાસ દરમિયાન એક જ ડેટાનો ઉપયોગ કર્યો હતો. તેમજ એકસેસની કમી અંગે કરાયેલા દાવા સચોટ નથી.

તેમણે જણાવ્યું કે, 'ચીનના કાનૂન અનુસાર કેટલાક ડેટાને બહાર નથી કાઢી શકાતા અથવા તેના ફોટોઝ પણ નથી લઇ શકાતા. પરંતુ વુહાનમાં જયારે તપાસ થઇ રહી હતી ત્યારે બધા જ તે ડેટાને જોઈ શકતા હતા અને આ બધું એકસાથે કરાયું હતું.' લિયાંગે જણાવ્યું કે, કોઈ પણ વૈજ્ઞાનિક પાસે પૂરતી અને સાચી જાણકારી નહોતી. તેમણે આરોપોના જવાબમાં કહ્યું કે, વિશેષજ્ઞોની પેનલ પાસે ડેટાસેટ અને સેમ્પલ્સ સુધી પહોંચ નથી.

ઉલ્લેખનીય છે કે, તેમણે તે આરોપો પણ ફગાવ્યા હતા, જેમાં કહેવાયું હતું કે, રિપોર્ટને પ્રકાશિત કરવામાં વારંવાર મોડું કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, રિપોર્ટ પ્રકાશિત કરતા પહેલા તેને બરાબર ચકાસવો જોઈએ.

(10:19 am IST)