મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd June 2021

બિહારમાં મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજમાં છોકરીઓ માટે 33 ટકા અનામત : નીતીશકુમારની મોટી જાહેરાત

રાજ્યના તમામ જિલ્લાઓમાં એન્જિનિયરિંગ અને અનેક મેડિકલ કોલેજો ખોલશે

પટના :બિહારમાં વિદ્યાર્થિનીઓની શિક્ષાને લઈને નીતિશ સરકારે મોટી જાહેરાત કરી છે બિહારમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં છોકરીઓ માટે 33 ટકા સીટો અનામત રહેશે સીએમ નીતિશની સામે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ સ્થાપિત કરવાના સંબંધમાં પ્રસ્તાવિત વિધેયકનું પ્રેજેન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.

વિજ્ઞાન એવમ પ્રાવૈધિકી વિભાગના સચિવ લોકેશ કુમાર સિંહે ધ બિહાર એન્જિનિયરિંગ યુનિવર્સિટી એક્ટ 2021 અને પાવર એન્ડ ફંક્શન ઓફ યુનિવર્સિટીઝ, જ્યુરિડિક્શન તેમજ અન્ય પ્રોવિજનના સંબંધમાં જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય વિભાગના સચિવ પ્રત્યય અમૃતના પ્રેજેન્ટેશનમાં બિહાર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિઝ અને પાવર એન્ડ ફંક્શન યુનિવર્સિટીઝ, જ્યુરિડિક્શન તેમજ અન્ય પ્રોવિઝનના સંબંધમાં માહિતી આપી હતી.

નીતિશ કુમારના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. નીતિશ કુમારે કહ્યું કે, આ નિર્ણયથી વિદ્યાર્થિનીઓ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષા તરફ વધારે પ્રેરિત થશે. તેઓએ જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં એન્જિનિયરિંગ કોલેજો ખોલવામાં આવી રહી છે. અનેક મેડિકલ કોલેજો પણ ખોલવામાં આવી છે. અમારા લોકોનો ઉદ્દેશ્ય છે કે એન્જિનિયરિંગ તેમજ મેડિકલના અભ્યાસ માટે બિહારના બાળકો તેમજ બાળકીઓને બહાર જવું ન પડે.

નીતિશ સરકારનો આ નિર્ણય ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવી રહ્યું છે. બિહારમાં નીતિશ રાજમાં છોકરીઓના અભ્યાસને લઈ અનેક નિર્ણય કરવામાં આવ્યા છે. ગત વર્ષે બિહાર વિધાનસબા ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર સતત વિદ્યાર્થિનીઓને સાયકલ દેવા જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતા આવ્યા છે. અને હવે અનામતનો મોટો નિર્ણય કર્યો છે.

(11:33 pm IST)