મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

બોરીવલીના રહીશોએ નો કિસિંગ ઝોનનું બોર્ડ લગાવ્યું

સોસાયટીના રહીશોનું બિભત્સ હરકતો રોકવા પગલું : લોકડાઉન શરૂ થયું ત્યારથી લોકોએ મોડી સાંજ સુધી બાઈક-કારમાં પ્રેમી પંખીડાઓને અંતરંગ થતા જોયા હતા

 

મુંબઈ, તા. : મુંબઈના બોરીવલી વિસ્તારમાં પ્રેમી પંખીડાઓથી પરેશાન સત્યમ શિવમ સુંદરમ કોલોનીના રહેવાસીઓએ પોતાની સોસાયટી બહાર 'નો કિસિંગ ઝોન'ના બોર્ડ લગાવી દીધા છે. જાણવા મળ્યા મુજબ કોરોના લોકડાઉન રૂ થયુ ત્યારથી સોસાયટીના લોકોએ સાંજે ૫:૦૦ વાગ્યાથી મોડી સાંજ સુધી બાઈક અને કારમાં પ્રેમી પંખીડાઓને અંતરંગ થતા જોયા હતા.

સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે હરકતોના કારણે ત્યાં રહેતા બાળકો અને યુવાનો પર ખરાબ અસર પડી શકે છે. લોકોએ જણાવ્યું કે, પ્રકારની હરકતો રોકવા માટે તે લોકોએ સોસાયટી બહાર નો કિસિંગ ઝોનનું બોર્ડ લગાવી દીધું છે.

તેમના પગલાથી પ્રેમી પંખીડાઓની સંખ્યામાં ઘટાડો પણ નોંધાયો છે.

સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, તેઓ પ્રકારના યુગલોની વિરૂદ્ધ નથી પરંતુ તેમના ખોટા કામો સામે વાંધો છે. તેનાથી સમાજ પર ખરાબ અસર પડે છે. લોકોના કહેવા પ્રમાણે રૂઆતમાં તેમણે પ્રેમી પંખીડાઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ જ્યારથી તે એક નિયમિત સ્થાન બની ગયું ત્યારથી તેમણે પગલું ભરવું પડ્યું.

(7:33 pm IST)