મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

સુશીલા દેવીએ 48 કિગ્રા વર્ગમાં જુડોમાં સિલ્વર મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સુશીલાનો આ બીજો સિલ્વર મેડલ

સુશીલા દેવી કોમનવેલ્થ ગેમ્સ 2022 માં પોતાના મેડલનો રંગ બદલવાનું ચૂકી ગઈ હતી. જુડોમાં સોમવારે તેણે 48 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ મેચમાં સાઉથ આફ્રિકાના પડકાર સામે ભારતીય ખેલાડી પોતાના જૂના રંગમાં દેખાઈ ન હતી.સમગ્ર મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ખેલાડીએ સુશીલા પર પ્રભુત્વ જમાવ્યું અને તેનું સપનું તોડી નાખ્યું. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સુશીલાનો આ બીજો સિલ્વર મેડલ છે.

તેણે 2014માં સિલ્વર જીત્યો હતો અને આ વખતે તેનો પ્રયાસ તે સિલ્વરને ગોલ્ડમાં કન્વર્ટ કરવાનો હતો. ફાઈનલ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ ઈપ્પોન સાથે જીત મેળવી હતી. વાસ્તવમાં ઇપ્પોન જુડોમાં એક એવી શરત છે, જ્યાં ખેલાડી તેની પીઠ પર પુરી તાકાત અને ઝડપ સાથે તેના વિરોધીને મેટ પર ડ્રોપ કરે છે. દક્ષિણ આફ્રિકાની મિકેલા વ્હાઇટબાય પણ સુશીલા પર આવો જ દાવ રમ્યો હતો અને તેણે 20 સેકન્ડ સુધી પકડી રાખી હતી.

ભારતીય ખેલાડીએ આગલા દિવસે આ જ રીતે માલાવીની હેરિયેટ બોનફેસને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સુશીલાની વાત કરીએ તો તે મણિપુર પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર છે. તેને જુડોકા બનાવવામાં તેના કાકાનો સૌથી મોટો હાથ છે. સુશીલાના કાકા દિનિત આંતરરાષ્ટ્રીય જુડો ખેલાડી રહી ચૂક્યા છે. તે જ 2002માં સુશીલને ખુમાન લાવ્યો હતો, જ્યાં તેની તાલીમ શરૂ થઈ હતી.

(10:58 pm IST)