મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

જીએસટીમાં નીલ રિટર્ન ફાઇલ કરવાની સિસ્‍ટમમાં સુધારો કરાતા વેપારીઓને રાહત

એક કલીક કરતાની સાથે જ નીલ રીટર્ન હવે ફાઇલ થઇ જશે : પોર્ટલ પર સિસ્‍ટમમાં સુધારો પણ કરી દેવામાં આવતા ચાલુ માસથી જ અમલી

નવી દિલ્‍હી,તા. ૨: સમગ્ર માસ દરમિયાન વેપાર નહીં થયો હોય તેવા વેપારીઓએ જીએસટીમાં નીલ રિટર્ન ફાઇલ કરવામાં હાલની સિસ્‍ટમમાં સુધારો કરીને વધુ સરળ બનાવવામાં આવી છે. તેમજતેનો અમલ પોર્ટલ પર આજથી કરીપણ દેવામાં આવ્‍યો છે.જેથી વેપારી એક ક્‍લીક કરતાની સાથેજપોતાનું નીલ જીએસટી રિટર્ન સરળતાથી ફાઇલ કરી શકશે.

જીએસટીમાં નીલ રિટર્ન ફાઇલ કરવા માટે પહેલા જીએસટીઆર ૧ પર ક્‍લીક કર્યા બાદ સમરીજનરેટ કરવા માટેની કાય્રવાહી કરવી પડતી હતી.જેથીવેપારીએ તેના માટે પથી ૧૦ મિનિટ સુધી રાહ જોવી પડતી હતી. સમરીજનરેટ થયા બાદતેના પર ક્‍લીક કર્યા પછી વેપારીના રિજસ્‍ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવતો હોય છે. તે ઓટીપી લખ્‍યા બાદ ક્‍લીક કરવાથી જીએસટી રિટર્ન નીલ ફાઇલ થતું હતું. તેના બદલે હવે વેપારીએ નીલ રિટર્ન ફાઇલ કરવા માટે જીએસટી પોર્ટલ પરજસુવિધા આપીને નીલ રિટર્ન ફાઇલ કરવા પર ક્‍લીક કરતાની સાથેજવેપારીને ઓટીપી મળીજશે.

આ ઓટીપી ક્‍લીક કર્યા બાદ નીલ રિટર્ન ફાઇલ કરી શકાશે. આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ પાવન શાહેજણાવ્‍યું હતું કે જીએસટી પોર્ટલ પર આ સુધારો આજથી અમલમાં મૂકી દેવામાં આવ્‍યો છે. તેના કારણે ચાલુ માસમાંજુલાઇનુંજેરિટર્ન ભરવાનું હોય તેમાં વેપારીઓને સરળતા રહેવાની છે, કારણ કે નીલ રિટર્ન ભરનારા વેપારીઓએ પોર્ટલ પરજઇને એક કલીક કર્યા બાદ મોટાભાગની કામગીરી ઓનલાઇન જ થઇ જવાની છે. જયારે વેપારીએ ફક્‍ત તેના રિજસ્‍ટરમોબાઇલ નંબર પર આવેલા ઓટીપી નાંખ્‍યા બાદ નીલ રિટર્ન ફાઇલ થઇ જશે. તેના કારણે વેપારીઓને રિટર્ન ફાઇલ કરવામાં સરળતા રહેવાની છે. તેમજ ઝંઝટમાંથી પણ છુટકારો મળવાનો છે.

(12:07 pm IST)