જો પતિ પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો તેના વારસદારને અનુકંપાભરી નિમણૂક મળવા પાત્ર નથી : યુપીની યોગી સરકારે મૃતક આશ્રિત ક્વોટા પર નોકરી અંગે આદેશ જારી કર્યો

લખનૌ : યુપીની યોગી સરકારે મૃતક આશ્રિત ક્વોટા પર નોકરી અંગે આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો માતા-પિતામાંથી કોઈ એક સરકારી નોકર હોય અને બેમાંથી એકનું અવસાન થાય તો વારસદારને અનુકંપાથી નિમણૂક નહીં મળે.
યુપીમાં કર્મચારી વિભાગે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ માતા-પિતા સરકારી નોકરીમાં હોય, તો તેના વારસદારને અનુકંપાભરી નિમણૂક મળવા પાત્ર નથી. મૃતક આશ્રિત ક્વોટા પર નોકરી મેળવનારાઓએ એફિડેવિટ આપવું પડશે કે વર્તમાન વાલી સરકારી નોકરીમાં નથી.
કર્મચારી વિભાગે સોમવારે આ અંગે સ્પષ્ટતા આદેશ જારી કરીને તમામ વિભાગના વડાઓને મોકલી આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 1999માં આ અંગે સ્પષ્ટ નીતિ જારી કરવામાં આવી છે. આ મુજબ, જો માતા-પિતા બંને સરકારી નોકરીમાં હોય અને તેમાંથી એકનું અવસાન થાય, તો આવી સ્થિતિમાં તેના વારસદાર મૃતકના આશ્રિત ક્વોટા સામે નોકરી મેળવવા માટે હકદાર રહેશે નહીં. કેટલાક મામલામાં ફરિયાદો મળ્યા બાદ કર્મચારી વિભાગે આ અંગે સ્પષ્ટતા જારી કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.