મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

નોઈડાના સુપરટેક ટવિન ટાવરનું ડિમોલિશન રોકવા જાહેર હિતની અરજી : હોસ્પિટલ અથવા યુનિવર્સીટી તરીકે ઉપયોગ કરવા અરજ કરનાર એન.જી.ઓ.ને 5 લાખ રૂપિયાનો દંડ : સુપ્રીમ કોર્ટે આપી દીધેલા આખરી ચુકાદા સામે પીઆઈએલ કેવી રીતે દાખલ થઈ શકે? : જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને સુધાંશુ ધુલિયાની બેન્ચનું કડક પગલું

ન્યુદિલ્હી : નોઇડામાં સુપરટેક ટ્વીન ટાવરનો ઉપયોગ યુનિવર્સિટી કે હોસ્પિટલ જેવા જાહેર હેતુ માટે કરવાની પ્રાર્થના સાથે જાહેર હિતની અરજી દાખલ કરનાર એનજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવારે ₹5 લાખનો ખર્ચ લાદ્યો છે. સર્વોચ્ચ અદાલતનો ઓગસ્ટ 2021નો ચુકાદો [કાયદો અને સુશાસન કેન્દ્ર વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઓઆરએસ].

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આપી દીધેલા આખરી ચુકાદા સામે પીઆઈએલ કેવી રીતે દાખલ થઈ શકે?

પીટીશનનો હેતુ દેખીતી રીતે આ કોર્ટના નિર્ણય અને જે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે તેના અમલીકરણને રોકવાનો છે.તેવી ટિપ્પણી સાથેબેન્ચે કોવિડ-19થી પ્રભાવિત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સભ્યો અને તેમના પરિવારોના કલ્યાણ માટે રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે અરજીકર્તા પર ₹5 લાખનો ખર્ચ લાદ્યો છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:21 pm IST)