મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

દેશના રાષ્ટ્રધ્વજની ડીઝાઇન બનાવનાર પીંગલી વૈકયાજીની આજે જન્મ જયંતિ

નવી દિલ્હીઃ આપણી આન, બાન,શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગાની ડીઝાઇન બનાવનાર આઝાદીના લડવૈયા પીંગલી  વૈંકયાજીની આજે ૧૪૬મી જન્મ જયંતિ છે. તેમનો જન્મ આંધ્રપ્રદેશના કૃટાણા જીલ્લાના ભટાલા પેનમરૃ ગામમાં ૨ ઓગષ્ટ ૧૮૭૬ના રોજ થયો હતો. વૈંકયાજીએ ૧૯૧૬ થી ૧૯૨૧ દરમ્યાન ૩૦ દેશોના રાષ્ટ્રધ્વજોનું અધ્યયન કર્યા બાદ આપણા રાષ્ટ્રધ્વજને ડીઝાઇન કર્યો હતો. ૪ જુલાઇ ૧૯૬૩માં ૮૬ વર્ષની ઉંમરે તેમનું નિધન થયુ હતું.

(3:17 pm IST)