મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

કોલકત્તાના એક વેપારી સીઆઇડીના રડારમાં: ૪૯ લાખ ઝારખંડના ધારાસભ્‍યોને આપેલ

કોલકત્તા, તા.૨: કોલકત્તાના એક વેપારી સીઆઇડીના રડાર ઉપર છે. આ એ જ વેપારી છે, જેના ઉપર આરોપ છે કે તેણે ઝારખંડના ૩ કોંગ્રેસી ધારાસભ્‍યોના એક સહયોગીને ૪૯ લાખ રૂપીયા આપ્‍યા હતા. આ રોકડ ધારાસભ્‍યોની કારમાંથી જપ્ત કરવામાં આવ્‍યા બાદ તેમની ધરપકડ કરાયેલ. કયાસ લગાડાઇ રહ્યા છે કે આ રૂપિયાનો ઉપયોગ ઝારખંડમાં હેમંત સોહેન ના નેતૃત્‍વવાળી ગઠબંધન સરકારને અસ્‍થીર કરવામાં ઉપયોગમાં લેવા લઇ જઇ રહ્યા હતા.

(3:31 pm IST)