મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

શુક્ર-શનિ રાજસ્‍થાન-ગુજરાત સહિત મધ્‍યપ્રદેશમાં ભારે જયારે કેરળ અને કર્ણાટકમાં અતિ ભારે વરસાદ પડશેઃ સ્‍કાયમેટ

નવી દિલ્‍હીઃ સ્‍કાયમેટના સોશિયલ મીડિયા ઉપર જાહેર થયેલા વરતારા મુજબ ત્રણ અને ચાર ઓગષ્‍ટથી દિલ્‍હીમાં વરસાદ શરૂ થશે.

જયારે પાંચ અને છ ઓગષ્‍ટથી રાજસ્‍થાન, ગુજરાત સહિત મધ્‍યપ્રદેશનાં ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને કર્ણાટકમાં અતિભારે વરસાદની સંભાવના છે. નૈઋત્‍યનું ચોમાસુ ૧ જુનથી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી રહે છે. ચોમાસા પહેલા બે મહિના પૂરા થઇ ચૂકયા છે. જુન મહિનામાં દેશભરમાં ૮% વરસાદની કમી રહી હતી, જયારે જુલાઇ મહિનામાં સામાન્‍ય કરતા ૧૬.૯% વધુ વરસાદ થયેલ. આ સમય  દરમિયાન ભારતભરમાં સામાન્‍યથી ૮% વધુ વરસાદ થયો છે. હવે ચોમાસાની રેખા ઉત્તર દિશામાં રહેશે, ેજેના લીધે પહાડો સહિત ઉત્તર પ્રદેશ, બિહાર અને પヘમિ બંગાળમાં સારો વરસાદ પડશે.

(3:39 pm IST)