મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

વજન ઘટાડવા માટે ડાયેટમાં કરો આ વસ્‍તુઓ સામેલ, એક સપ્‍તાહમાં વજન ઉતરશે

અળસીના બીજ, સુરજમુખીના બીજ, ચિયા સીડ્‍સ વગેરે ડાયેટમાં લેવાથી વજન કંટ્રોલ કરી શકાય

નવી દિલ્‍હીઃ ઘણા લોકોના વજન વધી જવાથી મુશ્‍કેલી અનુભવે છે પરંતુ ડાયેટમાં અળસીના બીજ, સુરજમુખીના બીજ, ચિયા સિડ્‍સ વગેરે રોજીંદા આહારમાં લેવાથી એક સપ્‍તાહમાં વજન કંટ્રોલ થઇ શકે છે. વસ્‍તુનું સેવન કરતા પહેલા નિષ્‍ણાંત ડોક્‍ટરની સલાહ લેવી જરૂરી છે.

આજકાલ ઘણા લોકો પોતાના વધેલા વજનથી પરેશાન રહે છે. કારણ કે આજકાલ લોકોનું જીવન ભાગદોડભર્યું થઈ ગયું છે અને કસરત કરવાનો સમય મળતો નથી. તેવામાં લોકો મોટાપાનો શિકાર થઈ જાય છે. પરંતુ તેવામાં તમારે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે જો તમે સારી રીતે ડાઇટ ફોલો કરો તો સરળતાથી વજન ઘટાડી શકો છો. તેવામાં જો તમે સાંજના નાસ્તામાં કોઈ હેવી વસ્તુને સામેલ કરવાની જગ્યાએ હેલ્ધી સીડ્સ સામેલ કરો તો તમને મોટાપાથી છુટકારો મળી શકે છે. તેવામાં અમે તમને જણાવીશું કે તમે વજન ઘટાડવા ક્યા સીડ્સને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

વજન ઘટાડવા માટે આ વસ્તુનું કરો સેવન

અળસીના બીજ

અલશી ઓમેગા-3 નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઓમેગા 3 તમારા શરીરમાં ફેટને સળગાવવાનું કામ કરે છે. તે સિવાય અળસીમાં આયરન, પ્રોટીન અને ફાઇબરની ભરપૂર માત્રા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેવામાં જો તમે વજન ઓછુ કરવા ઈચ્છો છો તો અળસીનું સેવન કરી શકો છો. તેનું સેવન તમે સ્મૂદીમાં, ડ્રિંક્સમાં, શાકમાં કરી શકો છો.

સૂરજમુખીના બીજ

વજન ઘટાડવા માટે સૂરજમુખીના બીજ ખુબ ફાયદાકારક હોય છે. તેવામાં તમે તેને સલાદ કે સૂપમાં નાખીને ખાઈ શકો છો. તે વિટામિન ઈનો પણ સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં હાઈ કેલેરી બર્ન થાય છે. તેથી તમને તે વધતા વજનને ઘટાડવામાં મદદ રૂપ થાય છે.

ચિયા સીડ્સ

ચિયાનું બીજ વજન ઘટાડવા માટે સૌથી ઉપયોગી છે. તે એટલા માટે કારણ કે તે તમારી ભૂખને ઓછી કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

(4:49 pm IST)