મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર શૂટર વર્તિકા સિંહ વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે : રાષ્ટ્રીય મહિલા આયોગમાં નિમણુંક માટે લાંચ માંગી હોવાનો આરોપ મુક્યો હતો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહ સામે ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે, જેણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્યો પર કથિત રીતે તેણીને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)માં નિમણુંક માટે લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાવી હતી.  

જસ્ટિસ બીઆર ગવઈ અને પીએસ નરસિમ્હાની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના 24 જૂનના આદેશ પર સ્ટે મૂક્યો હતો .

યુપીના અમેઠી જિલ્લામાં કેન્દ્રીય મંત્રીના નામ અને પ્રતિષ્ઠાને બદનામ કરવા માટે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ધ્યાને લઇ સિંહ સામે ફોજદારી કેસ દાખલ કરાયો હતો.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:16 pm IST)