મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

આઈએફએફએમમાં ૮૩, બધાઈ હો સહિતની હિન્દી ફિલ્મો નોમિનેટ

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન : વિક્ટોરિયન સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવતો આ એક વાર્ષિક સમારોહ છે, જે મેલબોર્નમાં યોજાય છે

નવી મુંબઇ, તા.૨ : સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ સમારોહમાનું એક છે. ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નએ પોતાનું નોમિનેશન લિસ્ટ બહાર પાડી દીધુ છે.  વિક્ટોરિયન સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવતો આ એક વાર્ષિક સમારોહ છે. જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાય છે અને ભારતની પણ ઘણી ફિલ્મોને પ્રદર્શિત કરવામાં આવે છે.

આ વર્ષની નોમિનેશનમાં છે એવી મોટી ફિલ્મો નીચે મુજબ છે.

શ્રેષ્ઠ ફિલ્મ

૮૩ / હિન્દી

બધાઇ દો / હિન્દી

ગંગુબાઈ કાઠિયાવાડી / હિન્દી"

જય ભીમ / તમિલ

મૃણાલ મુરલી / મલયાલમ

પાકા (રિવર ઓફ બ્લજ) / મલયાલમ

સરદાર ઉધમ / હિન્દી

દ રેપિસ્ટ / અંગ્રેજી, હિન્દી

બેસ્ટ ઈન્ડાઈ ફિલ્મ

બૂમ્બા રાઇડ /મિસિંગ

ડૂગ ડૂગ / હિન્દી

જગ્ગી / પંજાબી

વન્સ અપોન એ ટાઇમ ઇન કલકત્તા / બંગાળી

પેડ્રો / કન્નડ

શંકર્સ ફેરી / હિન્દી

શૂબોક્સ / હિન્દી

ફેરી ફોલ્ક / હિન્દી, અંગ્રેજી

 

 

(7:27 pm IST)