મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો

હરમીત દેસાઈએ છેલ્લી મેચ 11-8, 11-5, 11-6થી જીતી

કોમન વેલ્થ ગેમ્સમાં ભારતીય પુરુષ ટીમે સિંગાપુરને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમીત દેસાઈએ છેલ્લી મેચ 11-8, 11-5, 11-6થી જીતી હતી. ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

ભારતે પુરુષોની ટીમ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંગલ્સમાં હરમીત દેસાઈની 3-0થી જીત સાથે ભારતે ફાઇનલમાં સિંગાપોરને 3-1થી હરાવીને પોતાનું ટાઇટલ બચાવ્યું હતું. ભારતે 2018 ગોલ્ડ કોસ્ટ CWGમાં બીજી વખત આ ઈવેન્ટનો ગોલ્ડ જીત્યો હતો અને હવે ભારતે ત્રીજી વખત ગોલ્ડ જીત્યો છે. સમગ્ર ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમે ફાઇનલમાં પણ સારી શરૂઆત કરી હતી.

(11:27 pm IST)