મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

એશિયા કપ-2022નું સેડ્યુલ જાહેર : 28 ઓગસ્ટે રણસંગ્રામ ખેલાશે : દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે

ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે : ટૂર્નામેન્ટની તમામ મેચનું આયોજન દુબઈ અને શારજાહમાં થશે

મુંબઈ તા.02 : એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો 28 ઓગસ્ટે આમને સામને ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. આજે એશિયા કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચથી થશે. જ્યારે ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે. જેમાંથી પાંચ ટીમ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફગાનિસ્તાન છે. જ્યારે એક ક્વોલિફાયર ટીમ સામેલ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચનું આયોજન દુબઈ અને શારજાહમાં થશે.

તો કાર્યક્રમની જાહેરાત થતાં જ ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ટી20 વિશ્વકપ પહેલા ફરી ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે.

(9:22 pm IST)