મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં જળબંબાકાર ! : વિનાશક પૂરથી મૃત્યુઆંક વધીને 37 થયો

પૂર્વીય કેન્ટુકીના વધુ હૃદયદ્રાવક સમાચાર સાથે દિવસનો અંત કરીએ છીએ, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે મૃત્યુઆંક વધીને 37 થયો : બેશેરનું ટ્વિટ

નવી દિલ્લી તા.02 : અમેરિકના પૂર્વીય કેન્ટુકીમાં મેઘરાજાએ પોતાનું રોદ્રરૂપ દેખાડી દીધું છે. જેને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઈ કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, યુએસનાં કેન્ટુકી રાજ્યમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક વધીને 37 થઈ ગયો છે.

બેશેરે સોમવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે મૃત્યુઆંક વધીને 37 થઈ ગયો છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ગુમ છે. અમે પૂર્વીય કેન્ટુકીના વધુ હૃદયદ્રાવક સમાચાર સાથે દિવસનો અંત કરીએ છીએ,

ગવર્નરે પૂર્વીય કેન્ટુકી વિસ્તારના રહેવાસીઓને ચેતવણી આપી હતી કે જટિલ તોફાનોની શ્રેણી રાતોરાત સૌથી મોટા ભયના ક્ષેત્રમાંથી આગળ વધી જશે, DPA સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે.

(11:48 pm IST)