મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

આંધ્રપ્રદેશમાં એક ફેક્ટરી પ્લાન્ટમાંથી અચાનક ઝેરી ગેસ લીક: 100 મહિલા કામદારો બીમાર

ફેક્ટરીના પ્લાન્ટમાંથી અચાનક ગેસ લીક થવાના કારણે સીડ પ્લાન્ટમાં કામ કરતી 100 મહિલા કામદારો બીમાર પડી ગયા

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એક ફેક્ટરીના પ્લાન્ટમાંથી ઝેરી ગેસનું અચાનક લીક થવાનું શરૂ થયું. આ ફેક્ટરી પ્લાન્ટ અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ SEZમાં સ્થિત છે. ફેક્ટરીના પ્લાન્ટમાંથી અચાનક ગેસ લીક થવાના કારણે સીડ પ્લાન્ટમાં કામ કરતી 100 મહિલા કામદારો બીમાર પડી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે. ગેસ લીક થવા દરમિયાન તે તમામ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે, આ દૂરઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એક ફેક્ટરી પ્લાન્ટમાંથી અચાનક ઝેરી ગેસ લીક થતા પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓને અચાનક ઉલ્ટી થવા લાગી. ફેક્ટરીના પ્લાન્ટમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે ઘણા લોકો બીમાર પડ્યા હતા. ઝેરી ગેસ છોડવાને કારણે ત્યાં કામ કરતી 100 થી વધુ મહિલા કર્મચારીઓ બીમાર પડી હતી. મહિલાઓએ અચાનક ઉલ્ટી અને ઉબકા આવવાની ફરિયાદ કરી હતી. જે બાદ કેટલીક મહિલા કર્મચારીઓ બેહોશ થઈ ગઈ હતી.

 

ફેક્ટરી પ્લાન્ટમાંથી અચાનક ઝેરી ગેસ લીક થવાને કારણે મહિલા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ અને ઉલ્ટી થવા લાગી હતી. જેથી ત્યાં અનેક મહિલા કર્મચારીઓ બેહોશ થઈને પડી ગયા હતા. આવી પરિસ્થિતિઓમાં કંપનીના માલિકે જવાબદારી લીધી અને મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. માલિકને જે પણ વાહન મળ્યું તેની મદદથી મહિલા કર્મચારીઓને દવાખાને લઇ જવાયા હતા. મુશિબતના સમયમાં માલિકે પોતાની કર્માચારીઓનો સાથ ના છોડયો

(12:29 am IST)