મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

" અગલે બરસ જલ્દી આના " : યુ.એસ.ના ન્યૂજર્સીમાં આવેલા ગાયત્રી મંદિરમાં ' ગણેશ વિસર્જન ' કાર્યક્રમ ધામધૂમ પૂર્વક સંપન્ન : ઓરેન્જ રંગના ટી-શર્ટ ના ડ્રેસ કોડ સાથે સ્વયંસેવકો આકર્ષણનું કેન્દ્ર બન્યા : આબાલવૃદ્ધ સહિતના ભક્તો ભાવવિભોર બનીને ગુલાલ રંગની ધુળેટી રમ્યા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : તાજેતરમાં ન્યૂજર્સીમાં ગાયત્રી મંદિર piscataway   ના પટાંગણમાં કોરોના મહામારીના સંકટ સમયે સર્વે જનો માટે ભગવાન શ્રી ગણેશજીના ઉત્સવ ઉજવણી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું  વિસર્જન રવિવારના રોજ  ખુબ ધામધૂમ પૂર્વક સંપન્ન થયેલ .
              અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો.પ્રણવભાઈ પંડ્યાજીની પ્રેરણા અને માર્ગદર્શન થકી ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા હિન્દૂ તહેવારોની ઉજવણી ખુબ ભાવભેર પૂર્વક બની રહેલ છે. piscataway  ના સ્થાનિક શ્રી ઉમેશભાઈ પટેલ અને ગ્રુપ દ્વારા ભગવાન શ્રી ગણેશજીના ભજનો ,કૃષ્ણ ભજનો ,તથા  ગરબાના સંગીતમય કાર્યક્રમનું પણ ખુલ્લી વિશાળ જગ્યામાં તંબુ બનાવીને આયોજન કરવામાં આવેલ .
              ન્યુજર્સી રાજ્યના તથા CDC  કાયદાકીય સૂચનોને ધ્યાનમાં રાખી ,સોશિઅલ ડિસ્ટન્સ કેળવીને ,દરેક ભક્તોએ માસ્ક પહેરવાના સુચનનું પણ પાલન કરીને શિસ્તબદ્ધ આયોજનમાં પોતાનો સહકાર આપેલો.ઓરેન્જ કેસરી રંગના ટી-શર્ટમાં પરિધાન સર્વે સ્વયંસેવકોનો dress code    વિઘ્નહર્તા ગણેશ વિસર્જન કાર્યક્રમમાં આકર્ષણરૂપ બન્યો હતો.ગાયત્રી પરિવારના પરિજનો ,યુવાન ભક્તો ,આબાલવૃદ્ધ ઉંમરના પરિજનો ખુબ જ આનંદ ભક્તિભાવ પૂર્વક બનીને ,ગુલાલ રંગની ધુળેટી રમીને ,છેલ્લે નાનકડા ભૂલકાઓ માટે  ( fire works )  ફટાકડાનો કાર્યક્રમ આનંદમય બની રહેલ હતો.
               વધુ માહિતી તથા સંસ્થાના આગામી કાર્યક્રમોની  રૂપરેખા મંદિરના ફોન ( 732) 357-8200 તથા ગાયત્રી ચેતના સેન્ટર  piscataway  વેબસાઈટ   WWW.GAYATRI CHETNA CENTER.ORG   ઉપર મેળવી શકાશે .

(6:38 pm IST)