મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

ફેસબુક ટીમ કરે છે ભેદભાવ : PMને આપે છે ગાળો... સરકારનો ઝુકરબર્ગને પત્ર

એક તરફ જયાં કોંગ્રેસ સતત ફેસબુક પર ભાજપ સાથે સાઠગાંઠનો આરોપ લગાવી રહી છેઃ ત્યારે હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખી મોટો આરોપ લગાવ્યો છે

નવી દિલ્હી,તા.૨: એક તરફ જયાં કોંગ્રેસ સતત ફેસબુક પર ભાજપ સાથે સાઠગાંઠનો આરોપ લગાવી રહી છે. ત્યારે હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખી મોટો આરોપ લગાવ્યો છે. ફેસબુકની રાજકીય દળો સાથે સાઠગાંઠના આરોપ વચ્ચે પ્રસાદનો પત્ર દ્યણો મહત્વનો છે.

રવિશંકર પ્રસાદે ઝુકરબર્ગને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, ફેસબુક ઇન્ડિયાની ટીમ રાજકીય વિચારધારાના આધાર પર ભેદભાવ કરે છે. તેમણે પત્રણાં લખ્યું છે કે, ફેસબુકના કર્મચારી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેમણે આ પણ લખ્યું છે કે, તેમને જાણકારી મળી છે કે, ફેસબુક ઇન્ડિયાની ટીમના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ એક કાસ રાજકીય વિચારધારાના સમર્થક છે.

પ્રસાદે પત્રમાં લખ્યું છે કે, વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલા ફેસબુક ઇન્ડિયા મેનેજમેન્ટે દક્ષિણપંથી વિચારધારાના સમર્થકોના ફેસબુક પેજ ડિલીટ કર્યા અથવા તેમની રીચ ઘટાડી હતી. તેમણે લખ્યું છે કે, ફેસબુકને સંતુલિત તેમજ નિષ્પક્ષ હોવું જોઈએ. તેમણે લખ્યું છે કે, કોઇપણ સંસ્થામાં કામ કરતા વ્યકિતઓની પસંદ અને નાપસંદ હોય શકે છે, પરંતુ એક સંસ્થાની પબ્લિક પોલિસી પર તેની કોઇ અસર થવી જોઇએ નહીં.

રવિશંકર પ્રસાદે લખ્યું, આ મામલે મેં દ્યણી વખત ફેસબુક મેનેજમેન્ટને મેઇલ કર્યો પરંતુ તેનો કોઇ રિસ્પોન્સ આવ્યો નથી. આ કયારે સ્વીકાર કરવામાં આવશે નહીં કે કરોડો લોકોની અભિવ્યકિતની આઝાદી પર વ્યકિત વિશેષ રાજકીય પ્રતિબદ્ઘતાને લાદવામાં આવે.

(11:13 am IST)