મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

...જ્યારે પ્રણવ મુખર્જીએ સતત ત્રણ દિવસ સુધી એક જ શર્ટ પહેર્યુ તો ઇન્દિરા ગાંધીએ તેમને ટોકયા હતા

પ્રણવ મુખર્જી ભારે સાદગીમાં માનતા હતા : ઇન્દિરાએ તેમણે રાજકારણના અને જીવનશૈલીના પાઠ ભણાવ્યા હતા

નવી દિલ્હી તા. ૨ : આ ૧૯૮૫ના દાયકાની વાત છે જ્યારે ઇન્દિરા ગાંધી સરકારમાં મંત્રી પદે રહેલા પ્રણવ મુખર્જી સતત ત્રણ દિવસ સુધી એક જ શર્ટ પહેરીને રહ્યા હતા અને વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ આ બાબતે તેમણે ટોકયો હતા. આવા અનેક કિસ્સા યાદ કરતા વરિષ્ઠ પત્રકાર અને મુખર્જીના મિત્ર જયંત ઘોષાલ જણાવે છે કે ઇન્દીરા ગાંધીએ મુખર્જીને માત્ર રાજકીય રીતે નહોતા તૈયાર કર્યા પરંતુ પાટનગરમાં એક નેતા તરીકેની જીવનશૈલીથી પણ સજ્જ કર્યા હતા.

ઘોષાલ કહે છે કે ઇન્દીરા ગાંધી પર તેમના પર ભારે માન હતું એક વખત મુખર્જીને તેમણે પૂછયું હતું કે તેઓ ત્રણ દિવસથી શર્ટ કેમ નથી બદલ્યો. પ્રણવ બાબુએ પોતાની પત્નીને આ બાબતે ઉલ્લેખ કર્યો હતો તેમને પણ આ ફરીયાદ સાચી લાગી હતી કે મુખર્જીનો પહેરવેશ યોગ્ય નથી. તેમની પત્ની એ પોતાના પુસ્તકમાં આ ઘટના અંગે લખ્યું છે.

પ્રણવ મુખર્જી પશ્ચિમ બંગાળના એક ગામડામાંથી આવતા અને સાધારણ હતા. તેઓ પોતાના પહેરવેશ પર બહુ ધ્યાન નહોતા આપતા.

(11:39 am IST)