મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

ફ્રાન્સના મેગેઝીને ફરી વિવાદીત કાર્ટૂન પ્રસિદ્ધ કર્યુ

ફ્રાન્સના મેગેઝીન શાર્લી હેબ્ડોએ ફરી વખત મહોમ્મદ પૈગમ્બર સાહેબ ઉપર વિવાદીત કાર્ટૂન પ્રસિદ્ધ કર્યુ : ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યુ કે ફ્રાન્સમાં પ્રેસને વિચારો વ્યકત કરવાની આઝાદી છે તેથી તેઓ કોઈ ટિપ્પણી નહિં કરે : આ પહેલા ૨૦૧૫માં આ જ અખબારે આવુ જ કાર્ટૂન પ્રસિદ્ધ કરતાં અખબારના દફતર ઉપર આતંકવાદી હુમલો થયો હતો જેમાં કાર્ટૂન દોરનાર સહિત મેગેઝીનના ૧૨ લોકોના મૃત્યુ થયા હતા : થોડા દિવસો પછી પેરીસમાં પણ આ બનાવ સાથે જોડાયેલ એક બીજો હુમલો થયો હતો તેમાં ૫ લોકોના મૃત્યુ થયા હતા : આ હુમલા પછી સમગ્ર ફ્રાન્સમાં જેહાદી હુમલાનો સીલસીલો શરૂ થઈ ગયો હતો : મેગેઝીને તેના મુખપૃષ્ઠ ઉપર મહોમ્મદ સાહેબના ૧૨ કાર્ટૂન છાપ્યા છે : ૨૦૧૫માં થયેલા હુમલા પછી લોકો સતત આ કાર્ટૂન પ્રકાશિત કરવાની માંગણી કરી રહ્યા હતા એવું તંત્રી લેખમાં જણાવવામાં આવ્યુ છે : મેગેઝીનના તંત્રીએ લખ્યુ છે કે અમે હંમેશા આવુ કરવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ એટલા માટે નહિં કે તે પ્રતિબંધ છે : કાનુન અમને આ કરવા માટેની મંજૂરી આપે છે : પરંતુ આવુ કરવા પાછળ સારૂ કારણ હોવુ જોઈએ : એવુ કારણ કે જેનો કોઈ અર્થ હોય અને લોકો વચ્ચે એક તંદુરસ્ત ચર્ચા શરૂ થઈ શકે : જાન્યુઆરી ૨૦૧૫માં થયેલા આતંકી હુમલાઓનો કેસ શરૂ થતા પહેલા અમને આ કાર્ટૂન છાપવાનું જરૂરી લાગ્યુ છે : ૨૦૧૫માં જે હુમલો થયેલ તેના આરોપમાં પકડાયેલા ૧૪ લોકો ઉપર કેસ હવે શરૂ થઈ રહ્યો છે.

(11:53 am IST)