મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

ખાલી ભાષણ નહી યુવાનોને નોકરી આપો

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર કર્યા પ્રહાર

નવી દિલ્હી તા. ૨ : રાહુલ ગાંધીએ પોતાના નવા ટ્વિટરમાં લખ્યું છે કે મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે. અહંકારના કારણે તે JEE-NEETના ઉમેદવારોની વાસ્તવિક ચિંતાની સાથે એસએસસી અને અન્ય પરીક્ષાની માંગણી કરનારને નજર અંદાજ કરી રહ્યા છે. નોકરી આપો, ખાલી નારા ના લગાવો.

ઉલ્લેખનિય છે કે વિપક્ષો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોવિડ-૧૯ ના ફેલાવા અને કેટલાક રાજયોમાં પૂરની પરિસ્થિતિને કારણે સરકારે જેઇઇ મેન્સ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું આયોજન મોકૂફ રાખવા માંગ કરી રહ્યા હતા. જો કે, સરકારે પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું, જે પછી જેઇઇ મેન્સની પરીક્ષા મંગળવારથી શરૂ થઈ.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જીડીપી વિકાસ દરમાં મોટા ઘટાડાને લઇને મંગળવારે સરકાર પર ટિપ્પણી કરી હતી અને દાવો કર્યો હતો કે અર્થવ્યવસ્થાની બર્બાદી નોટબંધીથી શરૂ થઇ અને તે પછી એક પછી એક ભૂલો કરવામાં આવી.ઙ્ગઆ ટ્વિટમાં તેમણે કહ્યું કે જીડીપી-૨૩.૯ ટકા થઇ ગયો છે. દેશની અર્થવ્યવસ્થા નોટબંધીથી શરૂ થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી સરકારે એક પછી એક ખોટી નીતિઓની લાઇન લગાવી છે.

(3:37 pm IST)