મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

ચીની સૈનિકોને પાછળ ધકેલી આર્મીએ પેન્ગોગ લેકની તમામ પહાડીઓ પર કબજો કર્યો

ચીનની હરકતોને ધ્યાને લઈ ભારતે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે

નવી દિલ્હી/લદાખ, તા.૨: લદાખમાં સ્થિત પેન્ગોગ ત્સો લેક પાસે ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ચીની સૈનિકોએ પેન્ગોલ લેકના વિસ્તાર પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય જવાનોએ તેમને પાછળ ધકેલી દીધા. ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રો મુજબ, ભારતીય સેના એ દક્ષિણ પેન્ગોગ લેકની પાસેની તમામ પહાડીઓ પોતાના કબજામાં લઈ લીધી છે. તેમાં બ્લેક ટોપ પણ સામેલ છે. ચીનની હરકતોને ધ્યાને લઈ ભારતે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. હવે ભારત ડિપ્લોમેટિક વાતચીતની સાથે LAC પર ચીનની વિરુદ્ઘ આક્રમક વલણ દર્શાવશે.

અધિકૃત સૂત્રો મુજબ, લદાખમાં ચીને બંને દેશોની વચ્ચે સધાયેલી સહમતિનું પાલન નથી કર્યું. ચીન વાતચીતની આડમાં તે વિવાદાસ્પદ વિસ્તારો પર કબજો ઈચ્છે છે, જયાં નોમેન્સ લેન્ડ બનાવવાની સહમતિ સધાઈ છે. પરંતુ ભારતે ચીનના કાવતરાને પારખી જઈને પહેલા જ મહત્વની પહાડીઓ પર પોતાની સ્થિતિ મજૂબત કરવાની યોજના બનાવી. ભારતના વળતા હુમલાથી ચીન મૂંઝવણમાં મૂકાઈ ગયું અને સાથોસાથ ઉશ્કેરાઈ પણ ગયું છે. ચીને ભારતને ૧૯૬૨દ્મક પણ વિનાશની ધમકી આપી છે.

સૂત્રોએ જણાવ્યું કે ચીનની સાથે સરહદ પર તણાવ વધી રહ્યો છે. સૂત્રએ જણાવ્યું કે, અમે તેમના (ચીની) સ્થાનમાં પ્રવેશ નથી કર્યો પરંતુ આપણી પોસ્ટ પર ચીની સૈનિક હાવી છે. સ્થિતિ તણાવપૂર્ણ છે. સૂત્રએ કહ્યું કે, ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરહદ સુરક્ષા માટે પ્રતિબદ્ઘ છે. અમને આશા છે કે ચીન હવે શાંતિપૂર્ણ સરહદ સમાધાન માટે પહેલ કરશે.

તાજેતરનો જે વિવાદ થયો છે તે પેન્ગોગ લેકનો દક્ષિણ હિસ્સામાં થયો છે. આ વિવાદાસ્પદ વિસ્તાર બ્લેક ટોપ પહાડીની નજીક છે, જે ચુશૂલથી ૨૫ કિમી પૂર્વમાં છે. બ્લેક ટોપ પર જોકે ચીનનું નિયંત્રણ છે, પરંતુ અહીં ભારતીફ સેનાની હાજરીએ તેને પરેશાન કરી દીધું છે. બ્લેક ટોપની ઊંચાઈથી લગભગ ૧૦૦ મીટર નીચે ચીની ટેન્ક સ્પષ્ટ જોઈ શકાય છે. ચીની સેનાએ તેને કોઈ પણ એકશન માટે તૈયાર રાખી છે. બીજી તરફ, ભારતીય સેના એન્ટી ટેન્ક મિસાઇલ સ્પાઇક સિસ્ટમથી સજ્જ છે એટલે કે ઈશારો મળતાં જ T-15 ટેન્કનો ખાતમો બોલાવી દેવામાં આવશે.

(4:05 pm IST)