મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

યાત્રાધામ વૃંદાવનમાં યુક્રેનથી આવેલી યુવતી ઉપર બળાત્કાર : પાકિસ્તાનથી આવેલા આનંદ નામક યુવકની ધરપકડ

વૃંદાવન : ભારતના પવિત્ર યાત્રાધામ વૃંદાવનમાં યુક્રેનથી આવેલી તથા છેલ્લા 5 વર્ષથી વિઝા લઇ વૃંદાવનમાં કૃષ્ણ ભક્તિ કરતા ઇસ્કોનનાં અનુયાયી દંપતી સાથે રહેતી  સગીર યુવતી ઉપર બળાત્કાર કરવાના આરોપસર પાકિસ્તાનથી આવેલા આનંદ નામક યુવકની ધરપકડ કરવામાં આવી છે.તે પણ છેલ્લા 16 વર્ષથી વિઝા લઇ વૃંદાવનમાં રહે છે.
યુવતીના માતા પિતા વચ્ચે અણબનાવ હોવાથી અલગ રહે છે.યુવતી તેના પિતા સાથે રહેતી હતી. તેના ઉપર આનંદ નામક યુવકે તેની માતાના ઘરમાં સતત 3 દિવસ સુધી બળાત્કાર કર્યો હતો.જે વાત તેણે તેના પિતાને જણાવતા ફરિયાદ નોંધવામાં આવી છે.આનંદ હાલ કસ્ટડીમાં હોવાથી તેના વિષે વિશેષ તપાસ થઇ રહી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:59 pm IST)