મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

મોદી સરકારનો મોટો નિર્ણંય :કર્મયોગી યોજનાને મંજૂરી : જમ્મુ -કાશ્મીર માટે રાજભાષા બિલ પાસ

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક માં લેવાયા નિર્ણંય

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં  કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ. આ દરમ્યાન અનેક વિષયો પર મંથન કરવામાં આવ્યું. આ સાથે જ મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યાં. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોને વિશે જાણકારી આપી. સરકાર તરફથી જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ લાવવામાં આવ્યું. કેન્દ્ર સરકારે કર્મયોગી યોજના ને મંજૂરી આપી છે. જે અંતર્ગત અધિકારીના કૌશલ્યને વધારવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ પણ પાસ કરવામાં આવ્યું.

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, “ગયા સપ્તાહે સરકારી નોકરીમાં ભરતી માટે અલગ-અલગ ટેસ્ટને હટાવી એક જ ટેસ્ટની વાત કરી હતી. હવે આજે કેબિનેટે કર્મયોગી યોજનાને મંજૂરી આપી દીધી છે. જે સરકારી અધિકારીઓના કામને કેવી રીતે ઉત્તમમાં ઉત્તમ કરવામાં આવી શકે તે અંતર્ગત કામ કરશે. આ યોજના સરકાર તરફથી અધિકારીઓના કૌશલ્યને વધારવાની સૌથી મોટી યોજના છે

કર્મયોગી યોજના અંતર્ગત સિવિલ સર્વિસના લોકોને નવી ટેક્નિક, તેમની ક્ષમતા પર ધ્યાન આપવાની કોશિશ કરવામાં આવે. જે અંતર્ગત વ્યક્તિગતથી લઇને સંસ્થાગત રીતે વિકાસ કરવામાં આવે. આ યોજનાની જાણકારી આપતા DOPT સચિવે જણાવ્યું કે, “એ માટે વડાપ્રધાનની આગેવાનીમાં એક HR કાઉન્સિલ બનશે. જે આ પૂરા મિશન અંતર્ગત નિયુક્તિ પર નિર્ણય કરશે. આ સાથે જ એક મોટા સ્તર પર ઓનલાઇન પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, “જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા બિલ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હિંદી-ઉર્દુ-ડોગરી-કશ્મીરી-અંગ્રેજી ભાષાઓ સામેલ રહેશે.” કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર રાજ્ય દ્વારા આ અંગેની ઘણા દિવસોથી માંગ થઇ રહી હતી, જેને હવે પૂર્ણ કરવામાં આવેલ છે. આ બિલને સંસદગૃહમાં રજૂ કરાશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, “આ સાથે જ ત્રણ નવા MoUને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં જાપાન-વસ્ત્ર મંત્રાલયની વચ્ચે થયેલી સમજૂતી પણ શામેલ છે.

(7:19 pm IST)