મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

ફોર્ચ્યુનની 40 અંડર 40ના લિસ્ટમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીનો સમાવેશ

ઇશા અને આકાશનું નામ ટેકનોલોજી કેટેગરીમાં સામેલ

 

નવી દિલ્હી : ફોર્ચ્યુનની 40 અંડર 40ના લિસ્ટમાં વખતે અંબાણી પરિવારના બે સભ્યોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીનું નામ છે. ફોર્ચ્યુનએ યાદીમાં ફાયનાન્સ, ટેકનોલોજી, હેલ્થકેર, પોલિટિક્સ અને મીડિયા તેમજ એન્ટરટેઈન્મેન્ટની કેટેગરી સામેલ કરી છે.

ઇશા અને આકાશનું નામ ટેકનોલોજી કેટેગરીમાં છે. દરેક કેટેગરીમાં વિશ્વની 40 એવી હસ્તિઓને સામેલ કરાઈ છે જેની આયુ 40 વર્ષથી ઓછી છે. ફોર્ચ્યુને લખ્યું ઇશા અને આકાશે જિયોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

બંનેએ સોશિયલ મીડિયા કંપની ફેસબુકની સાથે 9.99 ટકાની ભાગીદારી માટે 5.7 બિલિયન ડોલરની ડીલને પણ સફળતાપૂર્વક પાર પાડી છે. ફોર્ચ્યુને લખ્યું છે કે ઈન્ટેલ, ક્વાલકોમ ને ગૂગલ જેવી કંપનીઓને રિલાયન્સ સાથે જોડવા અને રોકાણનું કામ પણ બંનેના નેતૃત્વમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

જિયોમાર્ટને લોન્ચ કરવામાં પણ આકાશ અને ઇશાની ભૂમિકાની ફોર્ચ્યુને પ્રશંસા કરી છે. આકાશે 2014માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે, જ્યારે ઇશાએ યેલ અને સ્ટેનફોર્ડ જેવી સંસ્થામાંથી અભ્યાસ કર્યો છે

(11:13 pm IST)