મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર ડાઉન: વિશ્વના અનેક દેશોમાં સેવા ઠપ્પ : લોગઇનમાં પરેશાની

વેબસાઈટ, એન્ડ્રોઈડ અને આઈઓએસ ત્રણેય પ્લેટફોર્મ પર મુશ્કેલી

ફોટો tweet

મુંબઈ  : આજે ગુરૂવારના રોજ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર ડાઉન થઈ ગયું છે. જેના કારણે દુનિયાભરના અનેક દેશોમાં સેવા ઠપ્પ થઈ ગઈ છે. ગુરૂવાર સાંજે લગભગ 7 કલાકની આસપાસ સોશિયલ મીડિયા સાઈટ ઠપ્પ થઈ હતી. જો કે, ટ્વીટર તરફથી હજૂ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ભારતીય સમયનુસાર સાંજે સાત કલાકની આસપાસ યુઝર્સે ટ્વીટર પર લોગોઈન કરી શકતા નહોતા. જેને લઈને ફરિયાદ આવવા લાગી હતી. અમુક યુઝર્સ લોગઈન કરી શકતા હતા, જ્યારે અમુક યુઝર્ને સર્ચ કરવા પર કન્ટેન્ટ દેખાતું નહોતું.આ પરેશાની વેબસાઈટ, એન્ડ્રોઈડ અને આઈઓએસ ત્રણેય પ્લેટફોર્મ પર થઈ રહી છે.

(10:15 pm IST)