મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

આ વખતે કડકડતી ઠંડી પડશેઃ શિયાળો હશે લાંબો

શિયાળાની સિઝન આ વર્ષે રહેશે લાંબીઃ ૧૫ ઓકટોબરથી તાપમાનમાં ઘટાડો નોંધાશેઃ હવામાન વિભાગે લગાવ્યું વધુ ઠંડી પડવાનું અનુમાન

નવી દિલ્હી, તા.૨: દેશના ઉત્તર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં મૌનસૂનની ઔપચારિક વિદાઈની સાથે શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. આગામી શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડશે. ત્યારે શિયાળો લાંબો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. હવામાં ઘટતી આદ્રતા, સુકી હવા અને સ્પષ્ટ હવામાનને કારણે સ્પષ્ટ ઠંડીની લહેર શરુ થઈ જાય છે જે થઈ પણ ગઈ છે.

દેશમાં આ વર્ષે કડકડતી ઠંડી પડશે.  શિયાળાની સિઝન આ વર્ષે  લાંબી રહેશે. ૧૫ ઓકટોબરથી તાપમાનમાં ઘટાડો નોંધાશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ઉત્તર ક્ષેત્રોમાં ભારે દબાણના કારણે હવાની ગતિ વધી છે.

આવનારો શિયાળો ખેતી માટે મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ વ્હીટ એન્ડ બારલે રિસર્ચના ડિરેકટર જેપી સિંહે કહ્યું છે કે જલ્દી શિયાળો ચાલુ થશે અને આ લાંબો શિયાળાની રવિ પાક માટે આ સારો રહેશે. ચોમાસાના સારા વરસાદને કારણે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની માટીમાં ભેજ છે જેના કારણે ઘઉંનો પાક સારો થઈ શકે છે. આનાથી વિરુદ્ઘ ઉત્તરના રાજયો પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ થયો છે. જેના કારણે પાણીના સ્તર નીચા છે. દ્યઉં ઉત્પાદન માટે આ રાજયોમાં ખેતી ૧૦૦ ટકા સિંચિત છે.  પરંતુ ઠંડીની સિઝન લાંબી હોવાથી દ્યઉંના ઉત્પાદન વધી શકે છે.

(10:08 am IST)