રાજસ્થાનમાં અભૂતપૂર્વ ઘટના : ભાજપ અને કોંગ્રેસની મહિલા નેતાઓ સાથે મળી સેકસ રેકેટ ચલાવતી હતી : ૫ની ધરપકડ
રાજસ્થાનમાં એક અભૂતપૂર્વ ઘટના બહાર આવી : રાજસ્થાન ભાજપ અને કોંગ્રેસની પૂર્વ મહિલા હોદ્દેદારો ઉપર આરોપ લગાવાયો છે કે તેઓ સેકસ રેકેટ ચલાવી રહ્યા હતા જેમાં ભાજપના એક મહિલા નેતાની ધરપકડ પણ કરવામાં આવી છે : મળતી વિગતો મુજબ રાજસ્થાનના સવાઈ માધોપુરની પૂર્વ જિલ્લા અધ્યક્ષ સુનિતા વર્મા ઉર્ફે સંપતિબાઈ અને કોંગ્રેસ સેવાદળ મહિલા જૂથની પૂર્વ જિલ્લા અધ્યક્ષ પૂજા તથા પૂનમ ચૌધરી સાથે મળીને સેકસ રેકેટ ચલાવી રહ્યા હતા જેમાં સગીર વયની માસૂમ છોકરીઓને ફસાવીને તેમની પાસે ખરાબ કાર્યો કરવામાં આવી રહ્યા હતા : સવાઈ માધોપુર જીલ્લાની એક સગીર વયની બાળાએ આ મામલે વિસ્ફોટ કર્યો છે : આ બનાવમાં જીલ્લા કલેકટર કચેરીમાં કામ કરતા શિવરામ મીણા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કામ કરતા સંદિપ શર્મા, ઈલેકટ્રીશ્યન રાજુ સહિત ૫ને ધરપકડ થઈ છે જયારે કોંગ્રેસની મહિલા નેતા પૂનમ ચૌધરી ફરાર થઈ ગઇ છે. ભાજપની સુનિતા વર્માને ઝડપી લેવામાં આવી છે. આ સગીર વયની યુવતીએ પોતાના નિવેદનમાં કહેલ કે ભાજપ અને કોંગ્રેસની આ બંને જીલ્લા સ્તરની મહિલા નેતાઓ રાજયના બીજા વરિષ્ઠ નેતાઓની સાથે મળી સેકસ રેકેટ ચલાવતી હતી અને દીકરીઓને બીજા જીલ્લાઓમાં પણ મોકલવામાં આવતી હતી.