મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

ગુગલ અને એપલને મ્‍હાત આપવા સ્‍વદેશી મોબાઇલ એપ આવી રહી છેઃ ટૂંક સમયમાં થશે લોન્‍ચ

નવી દિલ્હી: ભારત પોતાના એન્ડ્રોઇડ એપ સ્ટોર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સ્વદેશી એપ સ્ટોરના લોન્ચ થયા બાદ Apple અને Google પર ઘરેલૂ કંપનીઓની નિર્ભરતા ઓછી થશે, તેમના માટે નવો વિકલ્પ ખુલશે.

સરકારના એક વરિષ્ઠ અધિકારી કહ્યું કે દેશમાં લગભગ 500 મિલિયન સ્માર્ટફોન ઉપયોગકર્તા છે, જેમાંથી મોટાભાગના Google ના એન્ડ્રોઇડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ભારતીય કંપનીઓ સતત તેમની નીતિઓની ફરિયાદ કરે છે. એવી સ્થિતિ સ્ટાર્ટઅપ માટે સારી નથી.

પેટીએમએ વ્યક્ત કરી નારજગી

ગૂગલે બધાને ચૂકવણી કરનાર ભારતીય કંપની પેટીએમએ ગત મહિને કેટલાક કલાકો માટે તેમની એપને રિમૂવ કરવા માટે અમેરિકી ટેક્નોલોજી કંપનીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. બીજી તરફ અલ્ફાબેટના સ્વામિત્વવાળા Google એ પણ આ અઠવાડિયે કહ્યું કે તે એક એવી નીતિને કડક લાગૂ કરવા જઇ રહી છે જેના હેઠળ પોતાના એન્ડ્રોઇડ સ્ટોર પર એપ્સ દ્વારા કરવામાં આવેલી ચૂકવણીમાં 30% કમીશન લેશે.

સતત વ્યક્ત કરવામાં આવી આવશ્યકતા

જોકે ઘણા ભારતીય સ્ટાર્ટ-અપ સંસ્થાપક સ્થાનિક એપ સ્ટોરની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યાછે. બેગલુરૂ સ્થિત ગેમિંગ ફર્મ nSF Games ના સહ-સંસ્થાપક વિશાલ ગોંડલે કહ્યું કે અમે ગૂગલને 30% ચાર્જ આપીશું અને ગ્રાહક અધિગ્રહણ માટે પણ ચૂકવણી કરીશું તો અમારો વ્યસાય કેવી રીતે બચશે. એટલા માટે સ્થાનિક એપ સ્ટોર હોવી અતિ જરૂરી છે.'

'ગૂગલ બન્યું જજ, જૂરી અને જલ્લાદ'

બીજી તરફ પેટીએમ કંપનીના સંસ્થાપક વિજય શેખર શર્માએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ગૂગલ જજ, જ્યૂરી અને જલ્લાદના રૂપમાં કામ કરી રહી છે, તે ગૂગલના તમામ તર્કો સાથે અસહમત હતા પરંતુ પોતાના એપને ફરીથી સ્થાપિત કરવા માટે કેટલીક વસ્તુઓ દૂર કરવી પડી.

(4:52 pm IST)