મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

સોનાના વાયદામાં ઉછાળો : અઠવાડિયામાં ૨.૩૨ ટકા વધીને દસ ગ્રામે ૫૦,૫૪૪ થયો : ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પત્ની મેલેનિયાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ પ્રતિ ઔસ ૧૯૨૨ ડોલરના ઊંચા સ્તરે ટ્રેડ થવા લાગ્યું હતું

નવી દિલ્હીઃ સોનાનો ભાવ આ અઠવાડિયામાં 2.32 ટકા વધીને પ્રતિ દસ ગ્રામે 50,544 થયો હતો. તેના ભાવમાં કારણ સહભાગીઓએ તેમની લોંગ પોઝિશન વધારી છે તે છે અને તે ઓપન   ઇન્ટરેસ્ટ ઉપર પરથી દેખાઈ આવે છે.

અમેરિકન ડોલરમાં નરમાઈ, અમેરિકામાં સ્ટિમ્યુલસની આશા અને ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાના પગલે સોનુ આ સપ્તાહમાં હકારાત્મક રહ્યુ છે. એમસીએક્સ પર સોનાનો ભાવ 1,147 કે 2.32 ટકા ઉચકાયો છે. ભારતીય કોમોડિટી બજાર ગાંધી જયંતિના નિમિતે બીજી ઓક્ટોબરના રોજ બંધ રહ્યા છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલનિયા કોરોના પોઝિટિવ આવતા સોનાએ સવારનો સત્રનો ઘટાડો દૂર કરી પ્રતિ ઔંસ તે 1,922 ડોલરના ઊંચા સ્તરે ટ્રેડ (થવા લાગ્યુ હતુ. છ ચલણોના બાસ્કેટ સામે અમેરિકન ડોલર ઇન્ડેક્સ 0.1 ટકા વધીને 93.85 પર બંધ આવ્યો હતો. ટ્રમ્પ અને તેની પત્ની મેલનિયા પોઝિટિવ આવતા અમેરિકાનો સ્ટોક ફ્યુચર ઇન્ડેક્સ બે ટકા જેટલો ખાબક્યો હતો.

વિશ્વના સૌથી મોટા ગોલ્ડ બેક એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆઇર ગોલ્ડ ટ્રસ્ટમાં ગોલ્ડ હોલ્ડિંગ 7.31 ટન વધીને 1,268.88 ટન થયુ હતુ.એમસીએક્સ આઇકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ 126.45 પોઇ્ટ કે 0.82 ટકા વધી 15,473.78 થયો હતો. ઇન્ડેક્સ એમસીએક્સ ગોલ્ડ અને એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સના રિયલ-ટાઇમ પર્ફોર્મન્સનો ટ્રેક રાખે છે.

એમસીએક્સ પર વાયદાના બજારમાં ઓક્ટોબર ડિલિવરી માટેના સોનાનો ભાવ ઇન્ટ્રા-ડેમાં 50,645ની ઊંચી સપાટી અને અને 50,120ની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. વર્તમાન સિરીઝમાં કીમતી ધાતુનો ભાવ 48,344ની નીચી સપાટીને અને 56,379ની (bullion-future) ઊંચી સપાટીને સ્પર્શ્યો છે.સોનાના ડિસેમ્બર ડિલિવરી કોન્ટ્રાક્ટનો ભાવ 210 કે 0.42 ટકા વધીને 50,544 થયો હતો, જ્યારે તેનું બિઝનેસ ટર્નઓવર 15,228 લોટનું હતું. ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ પણ 175 કે 0.35 ટકા વધીને 50,655 થયો હતો અને ટર્નઓવર 595 લોટનું હતું.

(8:50 pm IST)