મુખ્ય સમાચાર
News of Sunday, 2nd October 2022

રાધનપુર આવતા નેશનલ હાઇવે ઉપર મોટી પીપળી, રાજસ્થાન હોટલ પાસે આજે વહેલી સવારે છ વાગે એક ટ્રક અને ટ્રેલર જોરદાર ટક્કરઃ કંડકટરનું મોતઃ ચાલકને ઇજાગ્રસ્‍ત

ટ્રેલર ટ્રક આગળ જતી એક ટ્રેલરનાં ચાલકે તેની ગાડી રોડ ખરાબ હોવાનાં કારણે બ્રેક મારતાં ટ્રકનાં ચાલકે તેને કંટ્રોલ ન કરી શકતાં આગળની ટ્રેલર સાથે અથડાઇ પડી હતી. જેમાં ટ્રકનાં કંડક્ટર શંકરલાલ મીણાનું મોત નિપજ્યું હતું

રાધનપુરઃ  રાધનપુર તાલુકાનાં મોટી પીંપળીથી રાધનપુર આવતા નેશનલ હાઇવે ઉપર મોટી પીપળી, રાજસ્થાન હોટલ પાસે આજે વહેલી સવારે છ વાગે એક ટ્રક અને ટ્રેલર અથડાતાં ટ્રકનાં કંડકટરનું મોત નિપજ્યું હતું.જ્યારે તેનાં ચાલકને ઇજા પહોંચી હતી.

અંગેની વિગતો એવી છે કે, એક ટ્રેલર નં. (RJ-09-GC-9973)નાં ચાલક સુરેશકુમાર પ્રભુલાલ મીણા (રે. સબલાપુરા, ભીલાવાડા રાજસ્થાન) તથા કંડક્ટર શંકરલાલ રામક્રિશ્ન મીણા (રે. ભીલવાડા, રાજસ્થાન) પોતાની ટ્રેલરમાં મોરબીથી ટાઇલ્સ ભરીને ઉત્તર પ્રદેશમાં ખાલી કરવા જતા હતા. ત્યારે આજે સવારે રાધનપુરનાં મોટી પીપળી ગામ પાસે ઉપરોક્ત સ્થળે પહોંચતાં ઉપરોક્ત ટ્રેલર ટ્રક આગળ જતી એક ટ્રેલરનાં ચાલકે તેની ગાડી રોડ ખરાબ હોવાનાં કારણે બ્રેક મારતાં ટ્રકનાં ચાલકે તેને કંટ્રોલ ન કરી શકતાં આગળની ટ્રેલર સાથે અથડાઇ પડી હતી. જેમાં ટ્રકનાં કંડક્ટર શંકરલાલ મીણાનું મોત નિપજ્યું હતું. તથા આ ટ્રકનાં એન્જિન અને કેબીનનાં ભાગ તૂટી ગયા હતા. આ બનાવ બનતાં લોકો એકઠા થઇને બંનેને બહાર કાઢી 108માં રાધનપુરની સિવિલમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

(3:12 pm IST)