મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd November 2021

જેલ સત્તાવાળાઓને સમયસર જામીનના આદેશો આપવામાં વિલંબથી વ્યક્તિની સ્વતંત્રતાને અસર થાય છે : અલ્હાબાદ હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વર્ચ્યુઅલ કોર્ટ અને ઈ-સેવા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું ઉદબોધન

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વર્ચ્યુઅલ કોર્ટ અને ઈ-સેવા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે જેલ સત્તાવાળાઓને સમયસર જામીનના આદેશો આપવામાં વિલંબથી વ્યક્તિની સ્વતંત્રતાને અસર થાય છે

જસ્ટિસ ચંદ્રચુડે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ તેના નવા મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલના નેતૃત્વ હેઠળ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કોર્ટ દ્વારા જામીનના આદેશો જેલ સત્તાવાળાઓને સમયસર પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી તેનો ઝડપી અમલ થાય તે સુનિશ્ચિત થાય, જેથી વ્યક્તિઓની સ્વતંત્રતાને અસર ન થાય.

તેમણે ઉમેર્યું હતું કે જામીનના આદેશોના સંચારમાં વિલંબ આપણી  સિસ્ટમની ગંભીર ઉણપ છે. આ બાબત  દરેક વ્યક્તિની માનવ સ્વતંત્રતાને સ્પર્શે છે.

જસ્ટિસ ચંદ્રચુડ, જેઓ સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીના અધ્યક્ષ પણ છે, અલ્હાબાદ હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વર્ચ્યુઅલ કોર્ટ અને ઈ-સેવા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે બોલી રહ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)