મુખ્ય સમાચાર
News of Thursday, 2nd December 2021

સગીર પુત્રના મિત્ર સાથે સેક્સ બદલ મહિલાને છ વર્ષની જેલ

મહિલા શિક્ષકને પુત્રના મિત્ર સાથેના સબંધ ભારે પડ્યા : મહિલા શિક્ષકે પીડિત છોકરા સાથે અસંખ્ય વાર સેક્સ માણ્યું

૭ફ્લોરિડા, તા.૧ : અમેરિકામાં એક મહિલા શિક્ષકને તેના સગીર પુત્રના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવો ખૂબ જ ભારે પડ્યો. મહિલાના કૃત્યને ગુનાની શ્રેણીમાં રાખીને કોર્ટે તેને સાડા ૬ વર્ષની જેલની સજા આપી. મહિલા શિક્ષકે પીડિત છોકરા સાથે અસંખ્ય વાર સેક્સ માણ્યું હતું. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, મહિલા શિક્ષકની ગયા વર્ષે ફ્લોરિડા પોલીસે ધરપકડ કરી હતી. હવે કોર્ટે આ કેસમાં મહિલાને દોષિત ઠેરવી સાડા ૬ વર્ષની જેલની સજા સંભળાવી છે. સગીર છોકરો કે જેની સાથે ૪૦ વર્ષીય સુસાન વેડલે અનેક વખત સેક્સ કર્યું હતું તે તેના પુત્રનો મિત્ર હતો.

પોલીસે જણાવ્યું કે પીડિત છોકરો ૧૨થી ૧૬ વર્ષનો છે અને હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. શાળામાં જ શિક્ષક સુસાન વેડલે તેને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારપછી બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો બંધાયા હતા. તેમનો સંબંધ ઓક્ટોબર ૨૦૧૯માં સમાપ્ત થતાં પહેલાં એક વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો. પોલીસે કોર્ટને જણાવ્યું કે સગીર વિદ્યાર્થી અને શિક્ષક લગભગ દરરોજ સેક્સ કરતા હતા. બંને વચ્ચે ક્યારેક ઘરે, ક્યારેક કારમાં તો ક્યારેક બીચ પર શારીરિક સંબંધો બાંધતા હતા. મહિલા શિક્ષકના પુત્રના સગીર મિત્રએ પોલીસને જણાવ્યું કે તેનો અને શિક્ષકનો સંબંધ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો અને આ દરમિયાન તેઓ દરરોજ સેક્સ માણતા હતા. અસલમાં એક હાઈસ્કૂલના કાઉન્સેલરને મહિલા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો વિશે ખબર પડી હતી. તેણે આ અંગે પોલીસ અધિકારીઓને જાણ કરી, ત્યારબાદ મહિલાની ધરપકડ કરવામાં આવી. સ્કૂલ સાથે જોડાયેલા એક સાક્ષીએ પોલીસને જણાવ્યું કે તેણે છોકરાના મોબાઈલ પર શિક્ષકની ઘણી નગ્ન તસવીરો પણ જોઈ હતી અને તે બંનેને ઘણી વખત કિસ કરતા જોવા મળ્યા હતા.

અહીં બીએપાસ ફિલ્મની તસવીરોની સાથો-સાથ આ ઘટનામાં જે ટીચર સામેલ હતી તેની વાસ્તવિક તસવીર પણ દર્શાવવામાં આવી છે. અમારો આશય કોઈની છબિને ઠેસ પહોંચાડવાનો નથી. પણ સભ્ય સમાજમાં લાંછન લગાવવાની આવી ઘટનાઓ ન બને અને સેક્સ કે રિલેશનશીપમાં લોકો પોતાની ભાવનાઓ પર કાબૂ રાખે તે પણ એટલું જ જરૂરી છે. તે જ આશયથી આ તસવીર અહીં દર્શાવવામાં આવી છે.

(12:00 am IST)