મુખ્ય સમાચાર
News of Friday, 2nd December 2022

વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત અન્ય દેશોની તુલનામાં સુખદ સ્થિતિમાં મજબૂતી સાથે ઉભો છે : SBI ની રિપોર્

વર્તમાન અનિશ્ચિતત્તાની સ્થિતિએ દેશોને મુશ્કેલીઓમાં નાંખી દીધા છે પરંતુ અનિશ્ચિત્તાઓ છતાં ભારત સુખદ સ્થિતિમાં છે

નવી દિલ્હી :અમેરિકા સહિત દુનિયાભરના દેશ વર્તમાન વર્ષમાં મોંઘવારીથી ઝઝૂમી રહ્યાં છે, જેના કારણે આખી દુનિયાના લોકોની કોસ્ટ ઓફ લિવિંગ એટલે જીવન ગુજારના ખર્ચમાં ખુબ જ વધારો થઇ ગયો છે પરંતુ ભારત આ બધા વચ્ચે સુખદ સ્થિતિમાં મજબૂતી સાથે ઉભો છે, તેવું એસબીઆઈએ પોતાના રિપોર્ટ દ્વારા જણાવ્યું છે. એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ Ecowrapમાં આ વાત કહેવામાં આવી છે.

આ રિપોર્ટને તૈયાર કરનાર એસબીઆઈ સમૂહ ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, એવું લાગે છે કે ‘અચ્છા’ (સારી, બેસ્ટ) શબ્દ વૈશ્વિક અર્થવ્યવસ્થાથી અસ્થાયી રીતે ગાયબ થઇ ગયો છે. વર્તમાન અનિશ્ચિતત્તાની સ્થિતિએ દેશોને મુશ્કેલીઓમાં નાંખી દીધા છે પરંતુ સારી વાત તે છે કે, આ અનિશ્ચિત્તાઓ છતાં ભારત સુખદ સ્થિતિમાં છે.

એસબીઆઈના આ રિસર્ચ રિપોર્ટમાં રૂપિયો ડિનૌમિનેટર માનીને ભારત, અમેરિકા, યૂકે અને જર્મનીના કોસ્ટ ઓફ લિવિંગ ખર્ચની સરખામણી કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો સપ્ટેમ્બર 2021માં બધા દેશોના ઘરોનું બજેટ એટલે કોસ્ટ ઓફ લિવિંગ 100 રૂપિયા હતું તો ભારત અને અમેરિકામાં આમાં 12 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ જર્મનીમાં 20 રૂપિયા અને યૂકેમાં 23 રૂપિયાનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, ખાવા-પીવાની ચીજોની કિંમતોની બાબતમાં સપ્ટેમ્બર 2021માં આ ચાર દેશોમાં જે ચીજો 100 રૂપિયામાં મળી રહી હતી, તે હવે અમેરિકામાં 28 રૂપિયા, યૂકેમાં 18 રૂપિયા અને જર્મનીમાં 33 રૂપિયા મોંઘી મળી રહી છે. જ્યારે ભારતમાં માત્ર 15 રૂપિયા મોંઘી થઈ છે.

આ સમયગાળા દરમિયાન રહેવાનો ખર્ચ અમેરિકામાં 21 રૂપિયા, યૂકેમાં 30 રૂપિયા, જર્મનીમાં 21 રૂપિયા તો ભારતમાં માત્ર 6 રૂપિયાનો વધારો થયો છે. ઇંધણની કિંમતો આ સમયગાળા દરમિયાન ભારતમાં 16 રૂપિયા, અમેરિકામાં 12 રૂપિયા વધી છે. જ્યારે યૂકેમાં 93 રૂપિયા અને જર્મનીમાં 62 રૂપિયાનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર વૈશ્વિક સંકટ પછી કોસ્ટ ઓફ લિવિંગનું સ્તર ઘટ્યું છે પરંતુ ભારત અન્ય દેશોની સરખામણીમાં સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. આમ સરળ શબ્દોમાં કહીએ તો એસબીઆઈ પોતાના રિસર્ચ રિપોર્ટમાં કહી રહ્યું છે કે, વિશ્વમાં મોંઘવારી જેટલી ઝડપી વધી રહી છે, તેની સરખામણીમાં ભારતમાં ખુબ જ ઓછા પ્રમાણમાં વધી રહી છે. તેથી ભારતીયોને ઉપર ભગવાન અને જમીન ઉપર પીએમ મોદીનો આભાર માનીને ખુશ થઇ જવું જોઇએ.

(9:44 pm IST)